Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સલમાન ખાનનું નામ આવતા એક્સ ભાભી મલાઇકા ભડકી

મુંબઈ, મલાઈકા અરોરા સલમાન ખાનના પરિવારની સભ્ય રહી ચૂકી છે. તે તેના ભાઈ અરબાઝ ખાનની પૂર્વ પત્ની છે. પરંતુ સલમાનના પરિવારનો ભાગ હોવાને કારણે તેને ઈન્ડસ્ટ્રીમાં ક્યારેય કામ મળ્યું નથી. મલાઈકા કહે છે કે તેણે પોતાની પ્રતિભાના બળ પર પોતાની ઓળખ બનાવી છે. ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહે છે.

મલાઈકાએ વર્ષ ૧૯૯૧માં સલમાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને એક પુત્ર અરહાન ખાન પણ છે. અરહાન આ દિવસોમાં વિદેશમાં છે અને આગળનો અભ્યાસ પૂરો કરી રહ્યો છે. પરંતુ તેમનું લગ્નજીવન લાંબુ ટકી શક્યું નહીં અને વર્ષ ૨૦૧૭માં બંનેના છૂટાછેડા થઈ ગયા.

મલાઈકાએ તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સેલ્ફ મેડ છે. મલાઈકાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ‘દિલ સે’ના આઈટમ સોંગ ‘છૈયાં-છૈયાં’થી કરી હતી.

આ પછી તે ફિલ્મ ‘દબંગ’ના આઈટમ નંબર ‘મુન્ની બદનામ હુઈ’માં પણ જાેવા મળી હતી. પોતાની પ્રતિભાના આધારે મલાઈકાએ અભિનયની દુનિયામાં એક અલગ જ સ્થાન હાંસલ કર્યું હતું. પરંતુ એક સમયે ઈન્ડસ્ટ્રીની ‘ડ્રામા ક્વીન’ કહેવાતી રાખી સાવંતે કહ્યું હતું કે મલાઈકાને આઈટમ ગર્લ તરીકે ટૅગ કરવામાં આવી નથી કારણ કે તે સલમાન ખાનના પરિવારની સભ્ય હતી.

જ્યારે રાખી સાવંતે મલાઈકા અરોરા વિશે આ વાત કહી તો રાખીની વાત સાંભળીને મલાઈકા ગુસ્સે થઈ ગઈ, તેણે પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું, “જાે એવું હોત તો મને સલમાન ખાનની દરેક ફિલ્મમાં એક આઈટમ સોંગ મળવું જાેઈતું હતું, જે નથી મળતું. પોતાની વાત રાખતા મલાઈકાએ કહ્યું કે ‘હું સેલ્ફ મેડ છું અને સલમાન ખાને મને નથી બનાવી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers