Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નાકમાં નથ અને બ્રાઉન સાડીમાં જાહ્નવી કપૂરે આપ્યા હોટ પોઝ

મુંબઈ, આ તસવીરોમાં જાહ્નવી કપૂર બ્રાઉન કલરની સાડીમાં પોઝ આપતી જાેવા મળે છે. ફોટામાં, જાહ્નવી કપૂર નોઝ રિંગ પહેરેલી જાેવા મળે છે, જે તેના પર ખૂબ જ સારી લાગી રહી છે. આ તસવીરો શેર કરતી વખતે જાહ્નવી કપૂરે કોઈ કેપ્શન આપ્યું નથી અને પોતાના લુકથી બધું કહી દીધું છે. આ તસવીરમાં બેક પોઝ આપતા જાહ્નવી કપૂરના કિલર એક્સપ્રેશન્સને બધાને ઘાયલ કરી રહ્યા છે.

ફેન્સ આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે, અને તેઓ તેના વખાણ કરતા નથી થાકી રહ્યા. આ તસવીરો બ્રાઉન કલરના બેકગ્રાઉન્ડની સામે ઉભા રહીને લેવામાં આવી છે. ઉપરાંત, તેણીએ તેના મેક-અપને પૂર્ણ કરવા માટે સ્મોકી આંખો પસંદ કરી. આ સિવાય તેણે એસેસરીઝમાં મોટી નોઝ રિંગ પહેરી છે. જાહ્નવી ની તસવીરો પર ઘણી લાઈક્સ અને કોમેન્ટ્‌સનો વરસાદ થઇ રહ્યો છે.

આ ફોટોને માત્ર ચાહકો તરફથી જ નહીં પરંતુ તેના કથિત બોયફ્રેન્ડ તરફથી પણ કોમેન્ટ્‌સ મળી છે. શિખર પહારિયા સાથે જાહ્નવીના સંબંધો હોવાના અહેવાલો છે. શિખરે જાહ્નવીના ફોટા પર હૃદય સાથે ઇમોટિકોન કોમેન્ટ કરી.

તેણીના આ ફોટા પર ટિપ્પણી કરતી વખતે, ચાહકોએ તેના સફેદ સાડીના ફોટાનો પણ ઉલ્લેખ કર્યો અને બંને ફોટોશૂટ માટે તેના વખાણ કર્યા. તમને જણાવી દઈએ કે ઘણા અહેવાલો અનુસાર, જાહ્નવી અને શિખર છેલ્લા કેટલાક સમયથી ડેટ કરી રહ્યા હોવાની અફવા છે.

જાે કે બંનેએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર સમર્થન આપ્યું નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાન્હવી ટૂંક સમયમાં વરુણ ધવન સાથે આગામી ફિલ્મ બાવલમાં જાેવા મળશે. આ ફિલ્મ ૭ એપ્રિલ ૨૦૨૩ના રોજ રિલીઝ થવાની છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers