કલ્યાણી શાળા અતુલની વિદ્યાર્થિનીની રાજ્ય કક્ષાએ સિધ્ધી
(પ્રતિનિધિ) વલસાડ, કલ્યાણી શાળા અતુલમાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત (મતદાન SVEEP) (મતદાન જાગ્રુતિ) કેલેન્ડર મુજબ તાઃ- ૦૧/૧૦/૨૦૨૨નાં રોજ યોજાયેલ “મતદાનનું મહત્વ” વિષયક ઓન લાઇન ચિત્રો ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ હતા. જેમાં કુ.સુષ્ટી સિકંદરભાઇ નાયકા ધો-૧૧-અ નું ચિત્ર સમગ્ર ગુજરાત રાજ્ય લેવલે તૃતીય ક્રમે પસંદગી પામ્યુ હતું.
કુ.સુષ્ટીને તાઃ- ૨૫/૦૧/૨૦૨૩નાં બુધવારે ૧૩ મો “ રાષ્ટીય મતદાતા દિવસ ” નિમિત્તે ગુજરાત રાજ્યનાં મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર ,ગુજરાતનાં હસ્તે નેશનલ લો કોલેજ,ગાંધીનગર ખાતે રૂ/-૧૫૦૦૦/- ચેક પાઈઝ તથા પ્રમાણપત્ર દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.. આવી ઝળહળતી સફળતા બદલ કું. સુષ્ટી એસ નાયકા તથા એમનાં માર્ગદર્શક શિક્ષક શ્રી જગદીશભાઇ પટેલને સંચાલક મંડળ, આચાર્યશ્રી સુનીલ પટેલ તથા સમગ્ર કલ્યાણી શાળા પરિવારે અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.