Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સમૂહલગ્ન મહોત્સવમા નેત્રામલી ગ્રામ પંચાયતનો નવતર પ્રયોગ

(પ્રતિનિધિ) નેત્રામલી , નેત્રામલી ગ્રામ પંચાયતની હદમાં કૃષ્ણનગર માં આવેલ શ્રી નવ ગામ લેઉવા પાટીદાર સમાજનો ૩૬મો સમુહલગ્ન મહોત્સવ તા ૩૧/૨/૨૩ ના રોજ યોજાયો. જેમાં નેત્રામલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી(લગ્ન નોંધણી રજીસ્ટ્રાર) સમુહ લગ્નના આયોજકો સાથે મળી પૂર્વ તૈયારીઓ કરી સમુહ લગ્નમાંજ લગ્ન નોંધણી પ્રમાણપત્ર તલાટી ક્મ મંત્રી પ્રકાશભાઈ અસારી, નેત્રામલી સરપંચશ્રી નિલેશભાઈ પટેલ અને આયોજકો સાથે રહી લગ્ન સ્થળેજ દરેક ચોરીઓમાં ફરીને લગ્ન નોંધણી પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યા હતા.

ગ્રામ પંચાયતના આ નવતર પ્રયોગને આયોજકોએ વધાવી લીધો હતો. લગ્ન નોંધણી પ્રમાણપત્ર પરણિત યુગલો માટે ખુબ અગત્યનું ડોક્યુમેન્ટ છે. નોકરી હોય કે પાસપોર્ટ કાઢવવો હોય દરેક જગ્યાએ લગ્ન નોંધણી પ્રમાણપત્રની જરૂર પડે છે. સમય વીત્યા બાદ લગ્ન નોંધણી માટેના જરૂરી દસ્તાવેજાે સમયસર મળતા ન હોવાથી ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. નેત્રામલી ગ્રામ પંચાયતની આ પ્રશંસનીય કામગિરિથી સમાજના પ્રમુખશ્રી દવાભાઈ પટેલ, મંત્રીશ્રી નાથાભાઈ પટેલ ખજાનચી અમરતભાઈ પટેલ તેમજ આ સમુહ લગ્નના દાતા પટેલ માધુભાઈ કરશનભાઇ તેમજ સમુહ લગ્નના સૌ આગેવાનો આ કામગીરીથી પ્રભાવિત થયાં હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers