Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પાલનપુરમાં પક્ષી સેવા કેમ્પનું આયોજન કરાયું

(પ્રતિનિધિ) પાલનપુર, દર વર્ષ ની જેમ આ વખતે અને વર્ષોવર્ષ ‘પક્ષી બચાવો’ અંતર્ગત સુરેશ મહેતા ચોક માં અરિહંત ગ્રુપ અને એમ. જે. જગાણીયા ચેરિટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે માં. ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, કલેક્ટર શ્રી આનંદ પટેલ, ગુ. કૃષિ યુનિવર્સીટી ના ઉપ કુલપતિ શ્રી રવિ ચૌહાણ ની ઉપસ્થિત માં તોરલબેન મહેતા ની યાદ માં મધુબેન શૈલેષ મહેતા ના હસ્તે કેમ્પ ખુલો મુકાયો હતો જેમાં આ વખતે સમડી, બગલા, કાગડા, કબૂતર વગેરે થઇ ને બે દિવસમાં ૬૦ જેટલા પક્ષીઓ ની સારવાર કરેલ.

આ વખતે જન જાગૃતિ ને કારણે લોકો પોતે અને નિષ્ઠાવાન કાર્યકરો એ સારી સેવા આપેલ. બારેમાસ સદા જીવદયા માટે તત્પર રહેતા શ્રી ઠાકોરદાસ ખત્રી જીવ દયા પ્રેમી ગૌતમભાઈ કેલા. તેમજ જૈન સમાજ ના આગેવાનો ડો. હસમુખ શાહ, શ્રી શૈલેષ મહેતા વગેરે ઉપસ્થિત રહી કાર્યકરો નું જુસ્સો વધારેલ. સમાપન શ્રી ગીરીશભાઈ જગાણીયા એ કરેલ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers