Western Times News

Gujarati News

રામોલમાં એક જ દિવસમાં ત્રણ વાહનોની ચોરીઃ લોકોમાં ભારે રોષ

અમદાવાદ: પોલીસની નિષ્ક્રીયતાને પરીણામે તસ્કરોએ સમગ્ર શહેરમા તરખાર મચાવી છે શહેર સુરક્ષીત હોવાના બહાના ફુકતી પોલીસની ઈજ્જતનાં લીરે લીરા ઉડાડતાં હોય એમ ચોરોએ અમદાવાદના એક વિસ્તારને પોતાનુ નિશાન બનાવવામા બાકી રાખ્યા નથી બીજી તરફ ચોરીનાં બનાવો બન્યા બાદ પોલીસ ફક્ત ફરીયાદો લઈને સંતોષ માની રહી છે ચોવીસ કલાક પેટ્રોલિગનાં દાવા છતા ચોરીના બનાવો બનતા પોલીસની કામગીરી વિરુદ્ધ શંકા ઉપજી રહી છે આ સ્થિતિમાં રામોલ વિસ્તારમાં એક જ દિવસમાં ત્રણ વાહનો ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે.

વસ્ત્રાલ  નીરાંત ચાર રસ્તા પાસે આવેલાં અવધ કોમ્પલેક્ષમાં આવેલી હોસ્પીટલમાં જીતેન્દ્રભાઈ પટેલ નામના વ્યાપારી પોતાના સગાની ખબર કાઢ્યા ગયા હતા જ્યાથી પરત ફરતા તેમની બાઈકનું લોક તોડી અજાણ્યા તસ્કરો તે ચોરી ગયા હતા.  અન્ય વેપારી મહેશભાઈ મતલાણી રામોલ ગઈકાલે માધવ સ્કુલ રોડ ખાતે આવેલા પાર્ટી પ્લોટમા લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયા હતા જ્યાંથી ગણતરીમાં સમયમાં જ બહાર આવતા સુધીમા ચોરો તેમની તેમની એકટીવાનું લોક તોડી ફરાર થઈ ગયા હતા.

જ્યારે નીરાંત ચાર રસ્તા ખાતે આવેલી અવધ હોસ્પીટલમાં બીજી પણ વાહન ચોરીની ઘટના બની હતી હોસ્પીટલમાં બહેનની સાર સંભાળ લેવા આવેલાં પાર્થ પટેલે પોતાનું એકટીવા હોસ્પીટલમાં પાર્કીગમાં મુકવુ હતુ જ્યાંથી કોઈ ચોર તેમનું એકટીવા ચોરી ગયો હતો.
એક જ હોસ્પીટલમાથી બે વાહનો મળીને કુલ ત્રણ વાહનોની ચોરીની ફરીયાદ નોધાતા રામોલ પોલીસની કામગીરીની પોલ ખુલ્લી પડી છે ટ્રાફીક તથા દબાણના નામે નાગરીકો દબડાવતી પોલીસ ગુના રોકવામા સરેઆમ નિષ્ફળ રહી છે એવી ચર્ચા લોકોમા શરૂ થઈ છે.

બીજી તરફ કરોડો રૂપિયાનાં ખેર્ચે લગાવેલા સીસીટીવી કેમેરા શોભાના ગાંઠીયા સમાન સાબિત થયા છે આ સીસીટીવી કેમેરા લોકોની સવલત સાચવવાને બદલે સરકાર માટે ફક્ત આવકનું સાધન બની ગયાં હોવ એવો રોષ લોકોમાં ઉઠ્યો છે. રામોલ ઉપરાંત શહેરનાં અન્ય વિસ્તારોમાંથી પ રોજેરોજ અસંખ્ય વાહનો ચોરાયા છે પરતુ પોલીસ તંત્રના પેટનુ પાણી ન હલતુ હોય તેવો માહોલ જાવા મળી આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હોવા છતાં વાહનચોરીની ઘટના રોજેરોજ નોંધાઈ રહી છે. તેમ છતાં પોલીસની નિષ્ક્રીયતાના પરિણામે આવા બનાવો ઘટવાના બદલે વધી રહ્યા છે. જેના કારણે નાગરીકોમાં રોષ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.