Western Times News

Gujarati News

દિલ્હીથી મુંબઈ હવે ૧૨ કલાકમાં પહોંચી શકાશે

નવી દિલ્હી, આ વખતના બજેટમાં સરકારે સડક અને પરિવહન મંત્રાલય માટે ૨.૭૦ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જેમાં સામાન્ય લોકો માટે આ વખતે એક મોટી સમસ્યાનું નિરાકરણ આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોહનાથી દૌસા સુધીના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વૅના કોરિડોરનું ૧૨ ફેબ્રુઆરીએ ઉદઘાટન કરશે. આ એક્સપ્રેસ વૅ તૈયાર થતા જ દિલ્હીથી મુંબઈ વચ્ચેની મુસાફરીનો અંતર ૨૪ કલાકથી સીધો ઘટીને ૧૨ કલાક થઈ જશે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વૅની વિગતો
-આ એક્સપ્રેસ વૅ તૈયાર થઈ જતાં દિલ્હી-મુંબઈ વચ્ચેનું અંતર ૧૫૦ કિ.મી. સુધી ઘટી જશે.
– દિલ્હીથી દૌસા વચ્ચે આ એક્સપ્રેસ વૅ પર કુલ ૮ એન્ટ્રી પોઈન્ટ અને ૮ એક્ઝિટ પોઈન્ટ હશે.
– ટોલ કલેક્શન માટે ફાસ્ટ ટેગ વ્યવસ્થા રખાશે. કિલોમીટરના હિસાબે જ ટોલ વસૂલાશે.
– પ્રતિ કિલોમીટર માટે ૨.૧૯ રૂપિયા ટોલ વસૂલાશે. તેના હિસાબે સોહનાથી દૌસા વચ્ચેની મુસાફરી માટે તમારે ૪૬૦ રુપિયા જેટલો ટોલટેક્સ ચૂકવવો પડી શકે છે.
– આ એક્સપ્રેસ વૅ પર તમે ૧૨૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે વાહન દોડાવી શકશો.
– આ એક્સપ્રેસ વૅ પર કુલ ૯૦ જેટલા રેસ્ટિંગ પોઈન્ટ હશે જે તમારી યાત્રાને આરામદાયક બનાવવામાં મદદ કરશે.
– ઈલેક્ટ્રિક લેન ધરાવતો આ ભારતનો પ્રથમ એક્સપ્રેસ વૅ હશે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.