Western Times News

Gujarati News

સેન્સેક્સમાં ૨૨૪ પોઈન્ટનો ઊછાળો, નિફ્ટીમાં ઘટાડો

મુંબઈ, એનએસઈ નિફ્ટી ગુરુવારે પણ લાલ નિશાન સાથે બંધ થયો હતો, જેમાં અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરમાં ૨૬.૭૦ ટકાનો ઘટાડો થયો હતો. આ સતત બીજાે દિવસ હતો જ્યારે સેન્સેક્સ લીલા નિશાનમાં હોવા છતાં નિફ્ટી ઘટાડા સાથે બંધ થયો હતો. બીએસઈનો ૩૦ શેરવાળો સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૨૪.૧૬ પોઈન્ટ અથવા ૦.૩૮ ટકાના વધારા સાથે ૫૯,૯૩૨.૨૪ પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. જાેકે, નિફ્ટી ૫.૯૦ પોઈન્ટ્‌સ અથવા ૦.૦૩ ટકાના ઘટાડા સાથે ૧૭,૬૧૦.૪૦ પર બંધ રહ્યો હતો.

એનએસઈ નિફ્ટી પર અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર સૌથી વધુ ૨૬.૭૦ ટકા ઘટીને બંધ થયો હતો. તેવી જ રીતે અદાણી પોર્ટ્‌સના શેર ૭.૨૦ ટકા, યુપીએલ ૫.૮૨ ટકા, એચડીએફસી લાઇફ અને આઇશર મોટર્સના શેર ૨.૬૭ ટકા ઘટીને બંધ થયા હતા. બ્રિટાનિયાનો શેર ૪.૯૪ ટકાના વધારા સાથે સેન્સેક્સ પર સૌથી વધુ ઊંચો બંધ રહ્યો હતો. એ જ રીતે, આઈટીસીના શેર ૪.૮૧ ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક ૩.૬૬ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ ૨.૧૭ ટકા અને ઇન્ફોસિસ ૧.૯૩ ટકા વધીને બંધ થયા હતા.

વિકાસલક્ષી બજેટ, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને વૈશ્વિક બજારમાં વધારો વચ્ચે સ્થાનિક શેરબજારોમાં વધારો થઈ શકતો નથી કારણ કે અદાણી સાગાએ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ભારે અસર કરી છે. આ સિવાય અન્ય ઊભરતાં બજારોની સરખામણીમાં ઊંચા મૂલ્યાંકનના કારણે બજારના પ્રદર્શનને અસર થઈ રહી છે. તેના કારણે વૈશ્વિક બજારમાં સકારાત્મક વલણ જાેવા મળી રહ્યું છે કારણ કે એવું માનવામાં આવે છે કે વ્યાજદરમાં વધારો કરવાની પ્રક્રિયા તેની ટોચ પર પહોંચી ગઈ છે.

ગયા અઠવાડિયે અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચનો એક રિપોર્ટ સામે આવ્યો હતો.આ રિપોર્ટથી ભારતીય અર્થતંત્ર અને મૂડીબજારમાં ખળભળાટ મચી ગયો છે. આ અહેવાલ બાદ અદાણી ગ્રુપના શેર સતત ઘટી રહ્યા છે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.