Western Times News

Gujarati News

અદાણીની સિક્યોરિટીઝ સીટી ગ્રુપ્રે પણ સ્વિકારવાનું બંધ કર્યું

નવી દિલ્હી, દેશનાસૌથી મોટા ઔદ્યોગિક જૂથ અદાણી ગ્રૂપને આજે વધુ એક ફટકો પડ્યો છે. ક્રેડિટ સુઈસે અદાણી જૂથની કંપનીઓના બોન્ડને લોનના જામીન તરીકે સ્વીકારવાનું બંધ કર્યા પછી હવે સિટી ગ્રૂપે પણ આવો જ ર્નિણય લીધો છે. સિટી ગ્રૂપની વેલ્થ કંપનીએ માર્જિન લોનના કોલેટરલ તરીકે અદાણી ગ્રૂપની કંપનીઓની સિક્યોરિટીઝ (બોન્ડ્‌સ અને શેર) સ્વીકારવાનું બંધ કરી દીધું છે. અદાણી ગ્રૂપ હમણા વિવાદના કેન્દ્રમાં છે અને તેની કંપનીઓના શેરના ભાવ ગરબડ કરીને વધારવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે. અદાણી જૂથે આ આક્ષેપોનો વિગતવાર જવાબ આપ્યો છે છતાં શેરોમાં ઘટાડો અટક્યો નથી.

હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી સામે ફ્રોડના આરોપો મુક્યા ત્યાર પછી એક સપ્તાહ કરતા વધુ સમયથી સ્ટોક્સ ઘટી રહ્યા છે અને અદાણીની ૧૦ લિસ્ટેડ કંપનીઓમાંથી મોટા ભાગની કંપનીઓમાં લોઅર સર્કિટ લાગે છે. ગઈકાલે ક્રેડિટ સુઈસ દ્વારા પણ અદાણીના બોન્ડ અંગે નેગેટિવ ર્નિણય લેવાયો હતો. હવે અમેરિકા સ્થિત સિટી ગ્રૂપ પણ લોન સામે જામીન તરીકે અદાણીની સિક્યોરિટીઝ સ્વીકારવા તૈયાર નથી.

બ્લૂમબર્ગના જણાવ્યા પ્રમાણે સિટી ગ્રૂપે એક આંતરિક મેમોમાં જણાવ્યું છે કે તાજેતરમાં અદાણી જૂથની સિક્યોરિટીઝની વેલ્યૂમાં ભારે ઘટાડો થયો છે. અદાણી ગ્રૂપની નાણાકીય સ્થિતિ અંગે નેગેટિવ સમાચાર આવ્યા પછી તેના શેર અને બોન્ડના ભાવ તૂટ્યા છે. તેથી અદાણી જૂથની દરેક સિક્યોરિટીઝને તાત્કાલિક અસરથી લેન્ડિંગ વેલ્યૂ આપવાનું બંધ કરવામાં આવે છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં આજે પણ પાંચથી ૧૦ ટકાની આસપાસ કડાકો આવ્યો છે.

અમેરિકામાં ટ્રેડિંગ દરમિયાન અદાણી જૂથની કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસના બોન્ડની વેલ્યૂ ડિસ્ટ્રેસ્ડ લેવલ પર પહોંચી ગઈ હતી. કંપનીએ અચાનક તેનો એફપીઓપણ રદ કરવો પડ્યો છે. આ દરમિયાન અદાણી ગ્રૂપની વેલ્યૂમાં ૯૨ અબજ ડોલરનો કડાકો આવ્યો છે.

કોઈ પણ પ્રાઈવેટ બેન્ક જ્યારે કોઈ બોન્ડ કે સિક્યોરિટીની લેન્ડિંગ વેલ્યૂ ઝીરો કરી નાખે ત્યારે ક્લાયન્ટે જામીન તરીકે કેશ અથવા બીજું કંઈ આપવું પડે છે. જાે ક્લાયન્ટ એમ કરવામાં નિષ્ફળ જાય તો તેની સિક્યોરિટીઝ વેચી નાખવામાં આવે છે. ક્રેડિટ સુઈસે અદાણી પોર્ટ્‌સ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈના બોન્ડને ઝીરો લેન્ડિંગ વેલ્યૂ આપી છે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.