Western Times News

Gujarati News

આસામમાં બાળલગ્ન વિરૂદ્ધ ૪૦૦૪ કેસ નોંધવામાં આવ્યા

ગુવાહાટી, બાળ લગ્નને રોકવા માટે આસામ સરકારે કમર કસી લીધી છે. અને તેની સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુરુવારે રાજ્યના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ ટિ્‌વટ કર્યું હતું કે, આસામ સરકાર રાજ્યમાં બાળ લગ્નના જાેખમને સમાપ્ત કરવાના તેના સંકલ્પ પર મક્કમ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં આસામ પોલીસે સમગ્ર રાજ્યમાં ૪,૦૦૪ કેસ નોંધ્યા છે અને આગામી દિવસોમાં વધુ પોલીસ કાર્યવાહી થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, તમામ મામલાઓ પર ૩ ફેબ્રુઆરીથી કાર્યવાહી શરૂ થશે. એટલા માટે સૌના સહકારની અપીલ છે.

તમને જણાવી દઈએ કે, આસામની હેમંત બિસ્વા સરકારે હાલમાં જ ૧૪ વર્ષથી ઓછી ઉંમરના લગ્નો પર પોક્સોએક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત આસામમાં ૧૪ થી ૧૮ વર્ષની વય જૂથમાં લગ્ન કરવા માટે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ હેઠળ કેસ નોંધવામાં આવશે. આસામમાં માતા અને બાળ મૃત્યુદર ઊંચો છે. રાજ્યમાં બાળ લગ્નો એટલો બધો વધી રહ્યો છે કે રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ રાજ્યમાં ૩૧ ટકા લગ્ન ૧૮ વર્ષથી ઓછી ઉંમરમાં થઈ રહ્યા છે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.