Western Times News

Gujarati News

મુખીના મુવાડા ગામને આઝાદીના ૭૦ વર્ષે પાકો રસ્તો મળશેઃગ્રામજનોમાં ખુશી

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના દેરોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા મુખીના મુવાડા ગામને આઝાદીના ૭૦ વર્ષ પછી પાકા રોડની સુવિધા મળવાની વાતે આ વિસ્તારના લોકોમાં આનંદનો માહોલ જાેવા મળ્યો હતો .બાયડ તાલુકાના દેરોલી ગ્રામ પંચાયતના મુખીના મુવાડા ગામ આઝાદીના ૭૦ વર્ષે પણ પાકા રોડની સુવિધાથી વંચિત હતું તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગામડાઓને મુખ્ય માર્ગથી જાેડવા માટે મુખ્યમંત્રી સડક યોજના જેવો કાર્યક્રમ બનાવી નાના ગામડાઓને આ કાર્યક્રમ હેઠળ આવરી લેતાં દેરોલી ગ્રામ પંચાયતના મુખીના મુવાડા ગામને પાકા રોડની સુવિધા મળે તે માટે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું .

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર, ભાજપ આગેવાન ભુપતસિંહ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય જસુભાઈ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હિંમતસિંહ, પાતેરાના પૂર્વ સરપંચ ભમરસિંહ તથા ગણપતસિંહ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.