ગેરકાયદે નાણાં ધીરનાર ઈસમો વિરુદ્ધની ઝુબેશ અંતર્ગત લોક દરબાર અને લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું

ગોધરા. પંચમહાલ પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજ દરે રૂપિયાનુ ધિરાણ કરી સામાન્ય નાગરિકો પાસેથી સિક્યુરીટી પેટે ચેકો અને લખાવી લીધેલી મિલકતો પચાવી પાડવાની તેમજ ધાક ધમકી આપી લોકો પાસેથી તગડા વ્યાજની ઊઘરાણી કરી ગેરકાયદેસર વ્યાજે નાણા ધીરધારનો વ્યવસાય કરનાર વ્યાજખોરો વિરુધ્ધ સખતમાં સખત પગલા લેવા અને ભોગ બનનારાઓને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા આજરોજ ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સામાન્ય પ્રજાજનોને સરળતા થી વ્યાજબી દરે લોન ધિરાણ મળી શકે તે માટે પંચમહાલ જિલ્લા પોલીસ લોન ધિરાણ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા ૧ મહિનાથી ગેરકાયદેસર ઊંચા દરે વ્યાજ પર નાણાં ધિરાણ કરનાર ઈસમો વિરૂદ્ધ પંચમહાલ પોલીસે લાલ આંખ કરી હતી.જેને લઈ વ્યાજખોરો માં ભારે ફફડાટ ફેલાયો હતો વ્યાજખોરોથી ત્રસ્ત થયેલ લોકો માટે તેમને ઓછા વ્યાજ દરે નેશનાલાઈઝ બેંકોમાંથી લોન ની સગવડ પૂરી થઈ રહે તે હેતુ થી પંચમહાલ પોલીસ તંત્ર દ્વારા ગોધરા ના પોલીસ હેડ ક્વાટર ખાતે લોક દરબાર અને મેગા લોનમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
આ લોનમેળા માં બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા , પંજાબ નેશનલ બેંક , ઍક્સીસ બેંક ,સી.ટી બેંક, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વગેરે જેવી બેન્કો ના કર્મચારીઓ એ હાજાર રહી અને મંજૂર થયેલ લોન ના ચેક નું વિતરણ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ગોધરા રેન્જ ડીઆઇજી ચિરાગ કોરડીયા ની અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી , નાયબ પોલીસ અધિક્ષક પરાક્રમસિંહ રાઠોડ,તેમજ તમામ પી. આઇ સહિત , પોલીસ અધિકારીઓ હાજર રહીને લોકોને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.