Western Times News

Gujarati News

ખોજલવાસા ગામે દિપડાએ આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલા પર હુમલો કરતા ગ્રામજનોમાં ફફડાટ

શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામમાં દિપડાની દહેશતથી ગામલોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.દિપડાએ આંગણવાડીમાં ફરજ બજાવતી તેડાગર પર હુમલો કરતા ભયનો માહોલ ફેલાયો છે.જ બાળકોને લેવા જઈ રહેલી તેડાઘર પર એકાએક હુમલો કરતા બુમાબુમ કરતા દિપડો ખેતરમાં ભાગી ગયો હતો. દિપડાએ હુમલો કરવાની ઘટનાની જાણ શહેરા વનવિભાગને થતા આરએફઓ સહિતના અન્ય અધિકારીઓની ટીમ ખોજલવાસા પહોચી તપાસ શરુ કરી હતી.જેમા પ્રાથમિક દ્દષ્ટિએ તપાસ કરતા ખેતરમાં પગલાની છાપ જાેવા મળતા દિપડો જ હોવાની માહિતી બહાર આવી હતી.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા અને સાજીવાવ ગામની આસપાસ જંગલ વિસ્તાર આવેલો છે.આ ગામના લીમડા ફળિયામાં રહેતા અને આંગણવાડીમાં તેડાગર તરીકે ફરજ બજાવતા જ્યોતિકાબેન પટેલ સવારના સમયમાં બાળકોને લેવા જઈ રહ્યા હતા.તે જ સમયે એકાએક દિપડો ખેતરમાંથી આવીને જ્યોતિકાબેન પર હુમલો કરી દીધો હતો. અને દિપડાએ પગના ભાગે જીવલેણ હુમલો કરવાની કોશિષ કરી હતી,પણ સાડીના કારણે દિપડાના નખ જ પગના ભાગે વાગ્યા હતા.પરંતુ તેના કારણે પગ પર ચીરો પણ પડી ગયો હતો.એકાએક દિપડો આવી ગયેલો જાેઈ જ્યોતિકા બહેન ગભરાઈને બુમાબુમ પાડવા લાગ્યા હતા.અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.

તે પહેલા દિપડો મકાઈના ખેતરમાં થઈ જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો. દિપડાએ મહિલા પર હુમલો કર્યાની જાણ શહેરા વનવિભાગની ટીમને થતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિતકુમાર પટેલ સહિત ટીમ ખોજલવાસા ગામ પહોચી તપાસ શરુ કરી હતી.દિપડાએ હુમલો કર્યો તે દિશામાં તપાસ હાથ ધરવામા આવી હતી.જ્યા ખેતરમા પગલાની છાપ મળી આવી હતી.જે દિપડાની હોવાની વિગત સાપંડી હતી. હાલમાં વનવિભાગ આ વિસ્તારમાં નજર રાખી રહ્યુ છે. શહેરા તાલુકામા દિપડાએ હુમલો કરવાની આ પહેલી ઘટનાને લઈને ગામ તેમજ આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

શહેરા વનવિભાગના ઇર્હ્લં રોહિતકુમાર પટેલે જણાવ્યું હતુ કે તપાસમા દિપડો હોવાનુ અમને જાણવા મળ્યુ છે. દિપડો પોતાના શિકારની શોધમાં પાંચ-છ કિમી ફરતો હોય છે. ઘણીવાર સવાર પડી જવાથી તે ત્યા રોકાઈ જતો હોય છે.દિપડો સામાન્ય રીતે રાતે જ શિકારમાં નીકળતો હોય છે. ક્યાક ભુલો પડીને આવી ગયો હોય તેવુ અનુમાન અમે લગાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.