ભરૂચ SOG પોલીસે હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો

રોકડા ૫૦.૫૦ લાખ મળી કુલ ૫૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ એસઓજી પોલીસે હવાલા રેકેટનો પર્દાફાશ કરી રોકડા રૂપિયા ૫૦.૫૦ લાખ મળી કુલ ૫૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલની સુચના અને માર્ગદર્શનના આધારે ર્જીંય્ પી.આઈ એ.એ.ચૌધરી તથા પી.એસ.આઈ એ.વી.શિયાળીયા તથા એસઓજીની ટીમને બાતમી મળી હતી કે એક ઈસમ મહમદ શકીલ હાફીજ સીરાજ પટેલ રહેવાસી શાહીન એવન્યું,શેરપુરા કારમાં ગેરકાયદેસર હવાલાના રૂપિયા લઈ પસાર થનાર છે.
જેના આધારે વોચ રાખી પાંચબતી સર્કલ પાસે કાર આવતા તેને રોકી ચેક કરતા મળી આવેલ રોકડા રૂપિયા બાબતે પ્રાથમિક પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા સી.આર.પી.સી ૪૧(૧)ડી મુજબની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.આરોપીની વધુ પુછપરછ દરમ્યાન આ નાણા આરોપીનો ભાઈ સફીક જે દુબઈમાં રહે છે તેઓએ સાઉથ આફ્રીકામાં રહેતા રીઝવાન નામના વ્યક્તિ મારફતે આ હવાલો અંકલેશ્વરના વિષ્ણુ કાંતી આંગડીયા મારફતે મોકલાવેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાના ડીવાયએસપી એમ એમ ગાંગુલીએ જણાવ્યુ હતું.
અગાઉ પણ આ પ્રકારની હવાલો મોકલાવેલ હોવાનું બહાર આવવા સાથે અને આ નાણા કોને કોને પહોંચાડવાના હતા તેમજ અગાઉ તેના દ્વારા આ રીતે કેટલી વાર હવાલાના રૂપિયા બહારથી મંગાવવામાં આવેલ તે દિશામાં પણ એસ.ઓ.જી ભરૂચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.