Western Times News

Gujarati News

રાજ્યની જમીનો-સ્થાવર મિલકતોની જંત્રીના દરમાં કરાયો વધારો

નવા દર તા. ૫મી ફેબ્રુઆરી, ૨૦૨૩થી અમલી -વર્તમાન જંત્રીના દરોમાં ૧૨ વર્ષ બાદ કરાયો વધારો

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જમીન સહિતની સ્થાવર મિલકતોની જંત્રીના વર્તમાન દરો સુધારીને બમણા કરવામાં આવ્યાં છે. રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ-૩૨-કના અસરકારક અમલ માટે રાજંયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ૨૦૧૧ના ભાવો તા.૧૮/૦૪/૨૦૧૧થી અમલમાં છે, જેને આશરે ૧૨ વર્ષ જેટલો સમય થયો છે.

રાજ્યમાં થતા ઝડપી ઔદ્યોગિક, શહેરી તથા ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિ ધ્યાને લેતાં રાજ્યમાં સ્થાવર મિલકતના ભાવોમાં ઘણો વધારો થયેલ છે.

રાજ્યના વિકાસને અવિરત વેગ મળતો રહે અને આ વધેલા ભાવો મુજબ નાગરિકોની સ્થાવર મિલકતના બજારભાવ નક્કી થઈ શકે તે માટે રાજ્યમાં હાલમાં તા.૧૮/૦૪/૨૦૧૧થી અમલી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ),ર૦૧૧ના દરો તા.૦૫/૦૨/૨૦૨૩થી અમલમાં આવે તે રીતે બે ગણા કરવામાં આવેલ છે,

એટલે હાલમાં તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ), ૨૦૧૧માં પ્રતિ ચો.મી.નો દર રૂા.૧૦૦/- નકકી થયેલ છે, તે દર તા.૦૫/૦૨/૨૦૨૩થી રૂા.૨૦૦/- ગણવાનો રહેશે  એમ સુપ્રિન્ટેન્ડન્ટ  ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.