Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

KKK-9 વિજેતા પુનિત પાઠકની નાની બાળકી સાથેની તસવીરો વાયરલ

પુનિતે કહ્યું કે, આ તેના ભાઈની દીકરી છે

પુનિત પાઠકની નાની બાળકી સાથે તસવીરો વાયરલ થઈ

મુંબઈ, થોડા દિવસ પહેલા જ કોરિયોગ્રાફર પુનિત પાઠકે પત્ની નિધિ સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરોમાં કપલના હાથમાં એક નવજાત બાળકી દેખાઈ રહી હતી. આ તસવીરો શેર કરતાં પુનિતે લખ્યું હતું કે, મળો નિતારા પાઠકને.

જે બાદ તેના પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સ પુનિતને સવાલ કરી રહ્યા હતા કે શા માટે તેણે પત્નીની પ્રેગ્નેન્સી છુપાવીને રાખી અને દીકરીનો જન્મ ક્યારે થયો? સોશિયલ મીડિયા પર આ તસવીરો ખાસ્સી વાયરલ થઈ હતી અને લોકોએ તેને શુભકામના પણ આપવાની શરૂ કરી દીધી.

જાેકે, હવે પુનિતે સ્પષ્ટતા કરી છે કે, નિતારા તેની દીકરી નથી. પુનિતે ચોખવટ કરી છે કે તે અને તેની પત્ની નિધિ પેરેન્ટ્‌સ નથી બન્યા. પુનિતે કહ્યું, “નિતારા મારા ભાઈની દીકરી છે. નિધિ અને હું પેરેન્ટ્‌સ નથી બન્યા. અમે નિતારાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને તેને હાથમાં ઊંચકીને અમને ખૂબ આનંદ થાય છે. જણાવી દઈએ કે, પુનિતે ડિસેમ્બર ૨૦૨૦માં તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ નિધિ મુની સિંહ સાથે લગ્ન કર્યા હતા.

કપલના લગ્ન લોનાવલામાં યોજાયા હતા. જેમાં તેમના અંગત મિત્રો અને પરિવારજનો સામેલ થયા હતા. પુનિત અને નિધિ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને એકબીજા સાથેની સુંદર તસવીરો અને મજેદાર વિડીયો શેર કરતાં રહે છે. પુનિત અને નિધિની મુલાકાત એક રિયાલિટી શોના સેટ પર થઈ હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, પુનિત છેલ્લે એક્ટર તરીકે ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’માં જાેવા મળ્યો હતો.

હાલ તે ફિલ્મ ‘શ્રી’ માટે કોરિયોગ્રાફી કરી રહ્યો છે. આ ફિલ્મમાં એક્ટર રાજકુમાર રાવ લીડ રોલમાં છે. પુનિત ડાન્સ દિવાને ૩ અને ડાન્સ પ્લસ ૬ જેવા રિયાલિટી શોમાં ભાગ લઈ ચૂક્યો છે. ખતરોં કે ખિલાડી સીઝન ૯નો પુનિત વિજેતા બન્યો હતો.ss1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers