Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રાજ્યપાલ સાથે ગુજરાત નૌસેનાના ફ્લેગ ઑફિસર કમાન્ડીંગે શું ચર્ચા કરી?

ફ્લેગ ઑફિસર કમાન્ડીંગ   ગુજરાત નૌસેના ક્ષેત્ર રિયર એડમિરલ શ્રી સમીર સક્સેના (નૌસેના મેડલ)એ આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા બેઠક કરી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી શિક્ષણવિદ્ પણ છે, એ સંદર્ભે રિયર એડમિરલ શ્રી સમીર સક્સેનાએ નૌસેનાના આઈએનએસ સરદારના બેઝમથક પોરબંદરમાં કાર્યરત નેવલ ચિલ્ડ્રન સ્કૂલની શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ અસરકારક અને પ્રભાવક બનાવવા માર્ગદર્શન મેળવ્યું હતું.  Flag Officer Commanding Gujarat Navy Field Rear Admiral Shri Sameer Saxena (Navy Medal) had a greeting meeting with Governor Shri Acharya Devvrat.

માત્ર નૌસેના કર્મીઓના જ નહીં, સામાન્ય નાગરિકોના બાળકો પણ જ્યાં ભણે છે એ પોરબંદર નેવલ ચિલ્ડ્રન સ્કૂલ વિશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરો, અગ્નિવિરો અને નેવલ સ્કૂલ સંદર્ભે ભાવિ આયોજનો અંગે પણ વિચાર-વિમર્શ કર્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers