Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ટુરીઝમ મલેશિયાએ અમદાવાદમાં કર્યુ, રોડ શોનું આયોજન

અમદાવાદ, અમદાવાદના  ક્રાઉન પ્લાઝા હોટેલ ખાતે આજે મલેશિયન એસોસિયેશન ઓફ ટૂર એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ (MATTA) ના સહયોગથી ટુરિઝમ મલેશિયાએ આ વર્ષે ભારતમાં તેનો પાંચમો અને છેલ્લા રોડ શોનું આયોજન કર્યું હતું.

ટુરિઝમ મલેશિયા દ્વારા આ રોડ શોની સિરીઝ દેશના પાંચ શહેરોમાં 30 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી 2023 સુધી કરવામાં આવી હતી. આ રોડ શો ચેન્નાઈ શહેરમાંથી  શરૂ થયો ત્યારબાદ બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ અને આજે અમદાવાદ જેવા મહત્ત્વપૂર્ણ શહેરોની મુલાકાત લઈ સમાપ્ત થયો હતો.

આ મિશનની લીડરશીપ ટુરિઝમ મલેશિયાના સિનિયર ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઈન્ટરનેશનલ પ્રમોશન (એશિયા અને આફ્રિકા) શ્રી મોહમ્મદ અમીરુલ રિઝાલ અબ્દુલ રહીમ કરી રહ્યા છે.  મલેશિયન એસોસિયેશન ઓફ ટૂર એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ (MATTA) ના પ્રતિનિધિમંડળમાં  30 સંસ્થાઓ દ્વારા સમર્થિત, એક રાજ્ય પ્રવાસન સંસ્થા, એક એરલાઇન, છ હોટેલ રિસોર્ટ ઓપરેટરો, વીસ ટ્રાવેલ એજન્ટ અને બે પ્રોડક્ટ માલિકોનો સમાવેશ થાય છે.

શરૂઆત થી જ મલેશિયા માટે ભારત દેશ એક ટોચના સ્ત્રોત બજારોમાંનું  રહ્યું છે અને તેણે 2019માં 735,309 (+22.5%) પ્રવાસીઓનો આગમન અને RM 3.6 બિલિયન (+33.4%) પ્રવાસન ખર્ચમાં યોગદાન આપ્યું છે. આ રોડશોનો ઉદ્દેશ્ય ભારતીયોમાં પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે ઇન્ડસ્ટ્રી કોમ્યુનિટીને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

ટૂરિઝમ મલેશિયાના ડિરેક્ટર જનરલ  ઝૈનુદ્દીન અબ્દુલ વહાબે જણાવ્યું હતું કે, “કોરોના મહામારી અમારા માટે ખૂબ જ પડકારજનક રહી છે, પરંતુ એપ્રિલ 2022માં જયારે અમારી આંતરરાષ્ટ્રીય સરહદ ફરીથી ખોલવામાં આવી ત્યારથી, મને તમને જણાવતા આનંદ થાય છે કે અમે 2022માં 7 મિલિયનથી વધુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું સ્વાગત કર્યું છે.

તેથી, અમે 2023 માં વધુ લાભ કરવા માટે આશાવાદી છીએ જ્યાં અમે MYR47.6 બિલિયન પ્રવાસન રસીદો સાથે 15.6 મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું સ્વાગત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,   પર્યટન મલેશિયા વૈશ્વિક સ્તરે તેના માર્કેટિંગ પ્રયાસોને વેગ આપી રહ્યું છે, જેમાં ભારતના બજારમાં મલેશિયાની પ્રોફાઇલ વધારવાનો સમાવેશ થાય છે. અમને આશા છે કે ભારતીય બજાર અમારા માટે આ નંબર મેળવવામાં એક મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે.”

મટ્ટાના પ્રેસિડેન્ટ દતુક ટન કોક લિઆંગે જણાવ્યું કે,  મટ્ટાએ 2016થી ભારતમાં ઘણા સેલ્સ મિશનનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. આ સંગઠિત મિશનએ અમારા સમકક્ષો વચ્ચે કામ કરવાની સારી તકો ઊભી કરી હતી અને તે જ સમયે મલેશિયાને પ્રોત્સાહન આપ્યું હતું.

અમે માનીએ છીએ કે આ નિર્ધાર સાથે અને અસરકારક પ્રચારાત્મક સંદેશો સાથે અમારો ક્રોસ-પ્રમોશનલ કનેક્શનમાં સુધારો થશે અને અમે ભારતના પ્રવાસ બજારો વિશે વધુ મજબૂત જાગૃતિ પેદા કરી શકીશું .”

મટ્ટા મલેશિયાના નવા સ્થળો અને આપણી બહુ વંશીય સંસ્કૃતિના પ્રદર્શન અને પ્રચાર માટેના આદર્શ સ્થળ તરીકે આ સતત પ્રયાસ શરૂ કરી  છે, જે ટ્રાવેલ એજન્ટના સભ્યો માટે વધુ વ્યવસાયની તકો ઊભી કરવાની સાથે ભારતમાંથી પ્રવાસીઓના આગમનને વેગ આપવા માટે યોગદાન આપશે.

અમદાવાદમાં યોજાયેલો કાર્યક્રમમાં મલેશિયાના વિક્રેતાઓ અને ભારતીય ખરીદદારોએ બિઝનેસ મેચિંગ સેશન અને નેટવર્કિ ગ ડિનરમાં ભાગ લીધો હતો, ઉપરાંત લેઝર અને વિશિષ્ટ પર્યટન બજારો જેમ કે મીટિંગ અને ઇન્સેન્ટિવ ગ્રુપ્સ (MICE), લગ્ન, ગોલ્ફિંગ અને કૌટુંબિક મનોરંજન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા સેમિનારમાં ભાગ લીધો હતો.

મલેશિયા માટે ભારત મહત્વનું બજાર રહ્યું છે. કનેક્ટિવિટીના સંદર્ભમાં, હાલમાં મલેશિયા એરલાઇન્સ, બાટિક એર (અગાઉ માલિન્ડો એર તરીકે ઓળખાતી), એરએશિયા અને ઇન્ડિગો મારફતે ભારતથી મલેશિયા માટે દર અઠવાડિયે 169 ફ્લાઇટ્સ છે.

હાલમાં મલેશિયાએ તાજેતરમાં નવી eVISA મલ્ટીપલ એન્ટ્રી વિઝા (MEV) સુવિધા શરૂ કરી છે જેમાં ભારતીય પ્રવાસીઓ માટે ફ્લાય અને ક્રુઝ, લગ્ન, તબીબી સારવાર અને વ્યવસાયિક મુલાકાતીઓના હેતુઓનો સમાવેશ થાય છે જે છ મહિનાની માન્યતા સાથે આવે છે, 30-દિવસની રોકાણની લંબાઈ (LOS) અને ખર્ચ માત્ર INR1,000.00. દ્વારા વિઝા ઓનલાઈન અરજી કરી શકાય છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers