Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૭૦ કરોડના બંગલામાં કિયારા સાથે રહેવા જશે સિદ્ધાર્થ

મુંબઈ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ૫ ફેબ્રુઆરીએ કિયારાની મહેંદી સેરેમની યોજાઈ હતી. જે બાદ ૬ ફેબ્રુઆરીએ કપલની સંગીત સેરેમની યોજાઈ. ૭ ફેબ્રુઆરીએ કિયારા અને સિદ્ધાર્થ પતિ-પત્ની બની ગયા છે. લગ્ન બાદ મિસ્ટર અને મિસિસ મલ્હોત્રા ક્યાં રહેવા જશે તેની પણ વિગતો સામે આવી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ મલ્હોત્રાના સી-ફેસિંગ ઘરમાં કિયારા અડવાણી તેની સાથે રહેશે. આ ઘરના ઈન્ટિરિયર ડિઝાઈનિંગનું કામ જાણીતી ડિઝાઈનર અને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને કર્યું છે.

જાેકે, આ ઘરમાં તેઓ થોડો જ સમય રહેશે. લગ્ન પહેલાના થોડા મહિનાઓથી જ સિદ્ધાર્થ નવું ઘર શોધી રહ્યો હતો. રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થને જૂહુમાં ૩૫૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો એક બંગલો પસંદ આવ્યો છે. આ બંગલાની કિંમત ૭૦ કરોડ રૂપિયા છે. બધા જ ઓપ્શન જાેયા પછી સિદ્ધાર્થ આ બંગલા પર મહોર મારશે તેવી ચર્ચા છે.

દેખીતી રીતે જ સિદ્ધાર્થ પાલી હિલના પોતાના ઘરની જેમ સી-ફેસિંગ મકાન શોધી રહ્યો છે. સિદ્ધાર્થના હાલના ઘરમાંથી અરબી સમુદ્રનો સુંદર નજારો જાેવા મળે છે. થોડા વર્ષો ડેટિંગ કર્યા પછી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાવા તૈયાર છે. રાજસ્થાનના જેસલમેરમાં કપલના રોયલ વેડિંગ યોજાશે. સિદ્ધાર્થ-કિયારાના લગ્ન સૂર્યગઢ પેલેસમાં થવાના છે.

કરણ જાેહરથી લઈને ઈશા અંબાણી સુધીના સેલેબ્સ સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં સામેલ થવા માટે જેસલમેર પહોંચી ગયા છે. ઈશા અંબાણી કિયારાની બાળપણની મિત્ર છે ત્યારે તે પોતાના પતિ આનંદ પિરામલ સાથે રવિવારે રાત્રે જેસલમેર પહોંચી હતી. કરણ જાેહર, શાહિદ કપૂર અને પત્ની મીરા રાજપૂત, આરતી શેટ્ટી, શાહબીના ખાન, અમૃતપાલ સિંહ બિંદ્રા વગેરે જેવા સેલેબ્સ પહોંચ્યા છે.

કિયારા અને સિદ્ધાર્થ પોતાના પરિવારો સાથે ૪ ફેબ્રુઆરીએ જેસલમેર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ કપલના લગ્નની તારીખ ૬ ફેબ્રુઆરી હોવાનું ચર્ચાતું હતું. પરંતુ હવે મળેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે, સિદ્ધાર્થ-કિયારા ૭ તારીખે સાત ફેરા લેશે. જે બાદ કપલ બે રિસેપ્શન યોજશે. એક રિસેપ્શન મુંબઈમાં અને એક દિલ્હીમાં યોજાવાનું છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers