Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શું અભિનેત્રી સના ખાન માતા બનવા જઈ રહી છે?

મુંબઈ, બિગ બોસ ફેમ સના ખાને લોકોની સેવા કરવા માટે ૨૦૨૦માં શોબિઝ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. તે પતિ અનસ સૈયદ સાથે સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવી રહી છે. બંનેના લગ્નને બે વર્ષ થયા છે. જાેકે સના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ત્યારે તેણે લગ્નના બે વર્ષ બાદ ફરવા ગયેલ ઉમરાહની કેટલીક તસવીરો શેર કરી છે. સાથે જ કહ્યું કે તે તેના પતિ માટે ખૂબ જ સ્પેશિયલ છે.

જેના વિશે તે જલ્દી જ ખુલાસો કરશે. હવે તેના શબ્દો પરથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે માતા બનવાની છે. સના ખાને બિગ બોસમાં પોતાની ઓળખ બનાવી હતી. આ પછી તેણે સ્ક્રીન પર પણ હાથ અજમાવ્યો હતો. પરંતુ કામ ન થયું. તેમનું નામ પણ ઘણા લોકો સાથે જાેડાયું હતું. પરંતુ જ્યારે ૨૦૨૦ આવ્યું તો તેનું જીવન બદલાઈ ગયું હતું. તેને કોરોના મહામારી દરમિયાન ધર્મને સમર્પિત કરી દીધું હતું.

ત્યાર બાદ તેણે ઈન્ડસ્ટ્રી છોડવાનો ર્નિણય લીધો હતો. આ બાબત તેના ચાહકો માટે ચોક્કસપણે નિરાશાજનક હતી કારણકે તે તેને પડદા પર અભિનય કરતી જાેવા માંગતા હતા. પરંતુ બાદમાં તેણે પોતાની જાતને પણ મનાવી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

સના ખાને ઉમરાહની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તે પતિ અનસ સૈયદ સાથે સફેદ ડ્રેસમાં જાેવા મળે છે. એક તસવીર લોજમાં બેસીને લેવામાં આવી છે અને બીજી ફ્લાઈટની છે. આ સાથે સનાએ કેપ્શનમાં લખ્યું અલહમદુલિલ્લાહ, હું બહુ ખુશ છું આ ઉમરાહ મારા માટે કેટલાક કારણોસર ખૂબ જ સ્પેશિયલ છે. ઇન્શાઅલ્લાહ હું ખૂબ જ જલ્દી તમારી સાથે શેર કરીશ. અલ્લાહ હવે તેને સરળ બનાવે.

સનાની આ પોસ્ટ પછી લોકો તેની પ્રેગ્નન્સી વિશે વાત કરવા લાગ્યા છે. એક યુઝરે લખ્યું કે અલ્લાહ તમને સ્વસ્થ બાળક આપે. એકે પૂછ્યું શું તમે માતા બનવા જઈ રહ્યા છો? શું આ ઉમરાહ તમારા માટે ખાસ છે? તો બીજી તરફ એકે કહ્યું કે અલહમદુલિલ્લાહ મને લાગે છે કે તમે બંને જલ્દી માતા-પિતા બનવાના છો. અલ્લાહ ઈચ્છે તો, એકે કહ્યું મને લાગે છે કે સારા સમાચાર આવવાના છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers