Western Times News

Gujarati News

ઇન્ડોંગ ટી કંપનીનો BSE-MSE પ્લેટફોર્મ પર રૂ. 13 કરોડનો IPO 9 ફેબ્રુઆરીએ ખૂલશે

કંપની રૂ. 10ની ફેસ વેલ્યુના 50.04 લાખ ઇક્વિટી શેર્સ, પ્રતિ શેર રૂ. 26ની કિંમતે ઇશ્યૂ કરશે, બીએસઇ-એસએમઇ એક્સચેન્જ ઉપર લિસ્ટ લિસ્ટ કરાવવાની યોજના

મુંબઇ, હિમાલયની તળેટીમાં અગ્રણી ટી ગાર્ડન પૈકીની એક ઇન્ડોંગ ટી કંપની લિમિટેડનો રૂ. 13 કરોડનો પબ્લિક ઈશ્યૂ સબસ્ક્રિપ્શન માટે 9 ફેબ્રુઆરીએ ખૂલશે. કંપનીને બીએસઇ એસએમઇ એક્સચેન્જ પ્લેટફોર્મ ઉપર તેના જાહેર ભરણાને લોંચ કરવાની મંજૂરી મળી ગઇ છે. Indong Tea Company Ltd’s Rs. 13 crore public issue on BSE SME platform opens for subscription on February 9

કંપની નવા પ્લાન્ટની સ્થાપના માટે તથા પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં ઇન્ડોંગ ટી એસ્ટેટ ખાતે ટી પ્રોસેસિંગ યુનિટ માટેની મશીનરી માટે મૂડી ખર્ચ કરવા સહિત તેની વિસ્તરણની યોજનાઓ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને કોર્પોરેટના સામાન્ય હેતુઓને પૂર્ણ કરવા માટે પબ્લિક ઈશ્યૂ (આઇપીઓ) મારફતે રૂ. 13 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ફિનશોર મેનેજમેન્ટ સર્વિસિસ લિમિટેડ ઇશ્યૂના લીડ મેનેજર છે. જાહેર ભરણું 13 ફેબ્રુઆરીએ બંધ થશે.

આઇપીઓ ઓફરિંગમાં રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 50.04 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ સામેલ છે, જે પ્રતિશેર રૂ. 26ની કિંમત (પ્રતિ ઇક્વિટી શેર રૂ. 16 પ્રીમિયમ) સાથે કુલ રૂ. 13.01 કરોડ થવા પામે છે. અરજી માટે લઘુતમ લોટ સાઈઝ 4,000 શેર્સની છે જેનું મૂલ્ય અરજી દીઠ રૂ. 1.04 લાખ થાય છે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં ઇન્ડોંગ ટી કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી હરિરામ ગર્ગે કહ્યું હતું કે, “અમારી વૃદ્ધિની વ્યૂહરચનાના ભાગરૂપે અમારું ધ્યાન વેચાણમાં વૃદ્ધિ, સંચાલકીય ખર્ચમાં ઘટાડો કરવા, કાર્યક્ષમતા હાંસલ કરવા, ગુણવત્તા ખાતરી તેમજ વિસ્તરણ,

વૈવિધ્યકરણ અને ભૌગોલિક ઉપસ્થિતિના વિસ્તાર દ્વારા માર્કેટમાં અમારી પ્રતિષ્ઠાનો લાભ અને તેમાં વધારો કરવા ઉપર છે. અમને આશા છે કે પ્રસ્તાવિત જાહેર ભરણા બાદ અમે અમારી વૃદ્ધિની વ્યૂહરચનાને એવી રીતે અમલમાં મૂકી શકીશું કે જેનાથી તમામ હીતધારકો માટે મૂલ્ય સર્જન કરી શકાય તથા સતત ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સની ડિલિવરી કરી શકાય.”

જાહેર ભરણા દ્વારા એકત્રિત ભંડોળનો ઉપયોગ પશ્ચિમ બંગાળમાં જલપાઇગુડી ખાતે કંપનીની ટી એસ્ટેટના વિસ્તરણ માટે કરાશે. જલપાઇગુડીમાં ઇન્ડોંગની ટી એસ્ટેટના વિસ્તરણ, અપરૂટિંગ, ટી એસ્ટેટમાં ચાના વાવેતર અને સિંચાઇ માટે રૂ. 6.32 કરોડનો ઉપયોગ કરાશે.

વધુ પ્લાન્ટની સ્થાપના અને ટી પ્રોસેસિંગ યુનિટ માટે મશીનરી માટે રૂ. 2.94 કરોડનો ખર્ચ કરાશે તેમજ ભારત અને વિદેશમાં નવા માર્કેટ્સમાં પ્રવેશવ તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે રૂ. 2.24 કરોડનો ઉપયોગ કરાશે.

ઇશ્યૂ બાદ કંપનીની શેર મૂડી રૂ. 9.99 કરોડથી વધીને રૂ. 15 કરોડ થશે. કંપનીની કુલ નેટ-વર્થ રૂ. 10.68 કરોડથી વધીને રૂ. 23.69 કરોડ થશે. પ્રમોટર્સ અને પ્રમોટર્સ ગ્રૂપ કંપનીમાં 96.09 ટકા હિસ્સો ધરાવે છે. આઇપીઓ બાદ પ્રમોટર ગ્રૂપનો હિસ્સો 64.03 ટકા થશે.

નાણાકીય વર્ષ 2021022 માટે કંપનીઓ રૂ. 19.92 કરોડની આવક, રૂ. 3.75 કરોડ ઇબીઆઇટીડીએ અને રૂ. 1.31 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. 30 સપ્ટેમ્બર, 2022ના રોજ સમાપ્ત થયેલાં છ મહિના માટે કંપનીએ રૂ. 13.24 કરોડની આવક, રૂ. 3.32 કરોડનો ઇબીઆઇટીડીએ અને રૂ. 2.04 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

વર્ષ 1990માં સ્થાપિત ઇન્ડોંગ ટી કંપની લિમિટેડ લાંબાગાળાની સરકારી લીઝ ઉપર ચાના બગિચાઓ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. કંપની પશ્ચિમ બંગાળના જલપાઇગુડી જિલ્લા ખાતે ઇન્ડોંગ ટી એસ્ટેટ ખાતે સીટીસી ચાના વાવેતર અને ઉત્પાદન કામગીરીમાં સંકળાયેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.