Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દેવોલિના ભટ્ટાચાર્જી રણોત્સવની મહેમાન બની

મુંબઈ, ડિસેમ્બર ૨૦૨૨માં જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કરીને ચર્ચામાં આવેલી સાથ નિભાના સાથિયાની ગોપી વહુ ઉર્ફે દેવોલિના ભટ્ટાચાર્જી હાલ કચ્છમાં યોજાતો વિશ્વ પ્રખ્યાત રણોત્સવની મુલાકાતે આવી હતી. તેની સાથે આ ટ્રિપમાં મમ્મી, BFF ભાવિની પુરોહિત, તેનો પતિ ધવલ દવે તેમજ અન્ય એક મિત્ર પણ જાેડાયા હતા જ્યારે પતિ કોઈ કામથી સાથે જઈ શક્યો નહોતો.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી એક્ટ્રેસે કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે છકડાની રાઈડ માણતી, મોતીકામ, માટીકામ અને બ્લોક પ્રિન્ટિંગમાં હાથ અજમાવતી, શોપિંગ કરવા સહિતની ઈનડોર અને આઉટડોર એક્ટિવિટી કરતી તેમજ સફેદ રણમાં સૂર્યાસ્ત સમયે ટ્રેડિનશલ આઉટફિટમાં પોઝ આપતી જાેવા મળી.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

ભુજમાં ૩૫ હજાર સ્ક્વેર ફીટમાં ફેલાયેલું સ્વામિનારાયણ પણ ત્યાંના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. દેવોલિના ભટ્ટાચાર્જીએ આ મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન સમક્ષ શીશ નમાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. તેણે ત્યાં ક્લિક કરાવેલી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે પેસ્ટલ ગ્રીન ડ્રેસ-પાયજામામાં જાેવા મળી. આ પોસ્ટની સાથે તેણે મંદિર વિશેની કેટલીક માહિતી પણ આપી છે.

તેણે અન્ય જે વીડિયો શેર કર્યો છે, જેમાં તે અલગ-અલગ એક્ટિવિટી કરતી જાેવા મળી. આ ક્લિપમાં રણોત્સવની સુંદરતા જાેતા જ આંખને ગમી જાય તેવી છે. અલગ-અલગ એક્ટિવિટી સિવાય ટેન્ટમાં બેસીને પરંપરાગત ભોજનનો આનંદ લેતી પણ જાેવા મળી.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)


આ વીડિયોની સાથે પણ તેણે રણોત્સવની પૂરતી માહિતી લખી  અને અહીંયાની મુલાકાત લેનારા લોકો શું-શું કરી શકે છે તે વિશે જણાવ્યું છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers