Western Times News

Gujarati News

રાજ્યભરમાં અત્યારથી થવા લાગ્યો ગરમીનો અનુભવ

અમદાવાદ, શહેર સહિત રાજ્યભરમાં છેલ્લા એક-બે દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે અને આગામી થોડા જ દિવસમાં સત્તાવાર રીતે ગરમીનું આગમન થઈ જશે તેમ લાગી રહ્યું છે.

ફેબ્રુઆરી ૨૦૨૨ના પહેલા અઠવાડિયામાં સરેરાશ મહત્તમ તાપમાન ૨૯° C અને સરેરાશ લઘુત્તમ તાપમાન ૧૩.૬° C હતું. આ વર્ષે ફેબ્રુઆરીના પહેલા છ દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન ૩૦.૪ ° C રહ્યું છે, જેમાં રવિવારે તાપમાન ૩૩.૩° Cે પહોંચી ગયું હતું.

છેલ્લા કેટલાક દિવસોમાં મહત્તમ તાપમાન ૩૦° Cથી ઉપર રહેતાં શહેર અને રાજ્યમાં મહદ્દઅંશે ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ભારતીય હવામાન વિભાગના રાજ્યના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, લાંબાગાળાની સરેરાશની સરખામણીમાં વર્તમાન તાપમાન સામાન્ય છે.

‘આગામી પાંચ દિવસમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી, તે કહેવું પણ ખૂબ વહેલું રહેશે કે તાપમાનમાં વધુ ઘટાડો થશે નહીં’, તેમ તેમણે ઉમેર્યું હતું. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૧.૫° C હતું, જે સામાન્ય કરતાં  ૧.૬° C વધારે હતું.

જ્યારે લઘુત્તમ તાપમાન ૧૩.૩° C હતું, જે સામાન્ય કરતાં ૦.૧° વધુ હતું. IMD અનુસાર, અમદાવાદમાં ફેબ્રુઆરી માટે સરેરાશ મહત્તમ અને લઘુત્તમ તાપમાન ૩૧ ° અને ૧૪. ૬° છે.

જાે કે, મેટ હવામાન વિભાગના અધિકારીઓએ ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે ફેબ્રુઆરીના મધ્યથી તાપમાનમાં વધારો થવાનું શરૂ થાય છે પરંતુ આ વર્ષે આમ વહેલું થયું છે. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીના તાપમાનનું એનાલિસિસ દર્શાવે છે કે, ૧૬ ડિસેમ્બર સુધી તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું.

૧૫ ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન ૨૦. ૫° હતું, જે સામાન્ય કરતાં ૭.૨° વધારે હતું, જે સિઝનના સૌથી વધુ તાપમાનમાંથી એક હતું. આ મહિનાઓમાં, શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૦° C કરતાં ઓછું લગભગ પાંચ દિવસ સુધી જાેવા મળ્યું હતું અને કોલ્ડ વેવની સ્થિતિ પણ ઓછી હતી, મુખ્યરૂપથી કચ્છ જિલ્લામાં કેન્દ્રિત હતી.

સોમવારે ભાવનગર જિલ્લાના મહુવામાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૩૩.૨° C નોંધાયું હતું, ત્યારબાદ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૩૨. ૫° C અને વડોદરામાં ૩૨. ૨° C હતું. રાજ્યભરમાં ગાંધીનગરમાં ૧૧.૪° C સિવાય દરેક જગ્યાએ લઘુત્તમ તાપમાન ૧૩° Cથી ઉપર વધ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.