Western Times News

Gujarati News

શાહીદ કપૂરે મીરાને મોકલી ગિફ્ટ, જોતા જ પત્નીનો બગડી ગયો મૂડ

મુંબઈ, શાહિદ કપૂર અને મીરા રાજપૂત બોલિવૂડના એવા કપલ છે, જેમની ક્યૂટનેસ તેમના ફેન્સ માટે કપલ ગોલ્સ હોય છે. દિલ્હીની રહેવાસી મીરા રાજપૂતે માત્ર ૨૦ વર્ષની ઉંમરમાં ૩૪ વર્ષના શાહિદ કપૂર સાથે લગ્ન કર્યા હતા. શાહિદે અનેક ઈન્ટરવ્યુમાં બંને વચ્ચેના ૧૪ વર્ષના એજ ગેપનો પણ ઉલ્લેખ કર્યો છે. શાહિદઘણીવાર તેની પત્નીને ખુશ રાખવા માટે તેણીને સુંદર ભેટો આપતો રહે છે.

પરંતુ વેલેન્ટાઈન વીક શરૂ થતા પહેલા શાહિદે મીરાને એવી ભેટ આપી કે તેણીનો મૂડ બગડી ગયો. આટલું જ નહીં, શાહિદે આવું કરવા પાછળ ખુલાસો પણ કરવો પડ્યો. હકીકતમાં શાહિદ કપૂરે પત્ની મીરા રાજપૂત અને તેના ભાઈ ઈશાન ખટ્ટરને ઘણી ગિફ્ટ્‌સ મોકલી હતી.

આ જાેઈને મીરા અને ઈશાન પણ ખૂબ ખુશ થયા કે શાહિદને તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી તેમને ગિફ્ટ મોકલવા માટે પૂરતો સમય મળ્યો. પણ મીરાએ બોક્સ ખોલતા જ તેમાંથી ફૂલ નીકળ્યા. આ ફૂલો જાેઈને તેણી ખૂબ જ ખુશ હતી કારણ કે મીરાને ફૂલો ગમે છે.

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)


પરંતુ તેને આ ફૂલોની ગંધ ના આવતા તેણીને ખબર પડી કે આ તો નકલી ફૂલ છે, જેના કારણે તેણીનો મૂડ ખરાબ થઈ ગયો. આ પછી ઈશાને પણ ગિફ્ટ ખોલી અને તેમાં પણ નકલી કૂકીઝ મળી. આ વીડિયોના અંતમાં શાહિદકપૂર પોતે આવીને સ્પષ્ટતા કરે છે કે આ તેણે નહીં પરંતુ તેના પાત્ર સનીએ આપ્યો છે.

હકીકતમાં આ આખો મામલો શાહિદ કપૂર અને વિજય સેતુપતિની અપકમિંગ વેબ સિરીઝ ‘ફર્ઝી’ સાથે જાેડાયેલો છે. ‘ફર્ઝી’ એમેઝોન પ્રાઇમ પર ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ સિરીઝમાં શાહિદઅને વિજય સેતુપતિ ઉપરાંત રાશિ ખન્ના, કેકે મેનન, ભુવન અરોરા, રેજિના કેસાન્ડ્રા અને અમોલ પાલેકર જેવા કલાકારો જાેવા મળશે.

શાહિદ અને મીરાની વાત કરીએ તો આ કપલ હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નમાં હાજરી આપવા જેસલમેર પહોંચ્યું હતું. શાહિદ, મીરા અને કરણ જાેહર એક દિવસ પહેલા જ જેસલમેર એરપોર્ટ પર જાેવા મળ્યા હતા.

જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ૭ ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરી રહ્યા છે. આ લગ્ન માટે બોલિવૂડની અનેક હસ્તીઓ પણ જેસલમેર પહોંચી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.