બાયડ – કપડવંજ સ્ટેટ હાઇવે પર આકોડીયા નજીક પડેલા ખાડાઓથી વાહન ચાલકો ત્રસ્ત
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લા માંથી પસાર થતો સ્ટેટ હાઇવે ખાડા માર્ગમાં પરિવર્તન થયો છે તંત્ર અજાણ છે કે કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે બાયડ તાલુકાની નજીક આવેલા આકોડિયા ગામમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ માંથી કેટલા ઘણા સમયથી પાણી લીકેજ થતું હોય હજારો લિટર પાણીનો બગાડ થાય છે જ્યારે વાહન ચાલકો હાઇવે રોડ પર પડેલા ખાડાઓથી હાલાકીનો સામનો કરવો પડે છે.
વારંવાર રિસફશેન ની કામગીરીમાં તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ની મિલી ભગત કરી ભારે ભ્રષ્ટાચાર આદરી રોડના ના કામમાં લોટ લાકડું અને પાણી વપરાતા રોડ રીપેરીંગ કરતા થોડાક સમયમાંજ રોજ તૂટી જવાની ઘટનાઓ બની રહી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જ્યારે હાઇવે પર વાહન ચાલકો પાસેથી ભારે ટોલટેક્સ ખંખેરવામાં આવી રહ્યો હોવા છતાં રોડની હાલત જાેતા ખાડામાં રોડ બનાવ્યો હોય તેમ મોટા ખાડાઓ પડતા અને સમાર કામમાં બેદરકારી દાખવતા પૂરપાટ ઝડપે દોડતા વાહન ચાલકો હાઇવે પર પડેલા ખાડાઓથી અજાણ હોવાથી ખાડામાં વાહન ખાબકતા વાહન ચાલક સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા વારંવાર નાના-મોટા અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે અને અનેક વાહન ચાલકોએ અને રાહદારીઓએ જીવ ગુમાવવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી ને જાણે જીવનું મૂલ્ય ન હોય તેમ આખ આડા કાન કરી તંત્ર જાણે તમાશો જાેતું હોય કે પછી કોઈ મોટો ભયંકર અકસ્માતની રાહ જાેતું હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.