Western Times News

Gujarati News

ઉપહાસ: સબંધમાં ખટાશ આવે ત્યારે વ્યક્તિના ભીતરમાં એ વ્યક્તિ માટે કડવાશ જન્મે

જયારે કોઈ વ્યક્તિ તમારી કાર્યક્ષમતા ઉપર શક કરી તમારો ઉપહાસ કરે ત્યારે …. બે ઘડી મૌન રહી ,હસીને ત્યાંથી નીકળી જવું . તમારો ઉપહાસ કરી તમને દુઃખી કરવાનો વિકૃત આનંદ એને નથી મળી શક્યો એટલે એ વધુ વિચલિત થશે અને આ જ તમારી જીત છે ,અને એની હાર .

જયારે કોઈ વ્યક્તિ તમારો ઉપહાસ કરે ….એ બદલ એને શરમાવવું પડે, એવી સમતા કેળવો ….ત્યારે તમે માનસિક રીતે મજબૂત બન્યા કહેવાવ. ઉપહાસની પરિભાષા ખુબ નાની અને સરળ છે, જાણી જાેઈને પોતાના વર્તન અને શબ્દોથી બીજાને દુઃખી કરવાં,અને તેમ કરીને ખુશી મેળવવી.

જયારે કોઈ સબંધમાં ખટાશ આવે ત્યારે વ્યક્તિના ભીતરમાં એ વ્યક્તિ માટે કડવાશ જન્મવા માંડે છે .એની ફરિયાદો કેટલીક વાર શબ્દો દ્વારા અથવા વર્તન દ્વારા વારંવાર નજર આવવાં લાગે છે .સબંધ મહત્વનો હોય ત્યારે વ્યક્તિ અન્યની ભૂલ નજરઅંદાજ કરે છે …પણ દરેક વખતે આ મુજબ નથી બનતું હોતું .

સામા પક્ષની ભૂલ કે એનું વર્તન આપણા ધાર્યા પ્રમાણે ન જાેવા મળે ત્યારે વ્યક્તિને ગુસ્સો આવે છે , એ સમયે એ તેની ભૂલો અને વર્તનને યાદ રાખી ….એની પર હસવાનું અને મજાક ઉડાવવાનું ચાલુ કરે છે .અન્યના દ્રષ્ટાંતો આપીને અથવા આડકતરી રીતે કંઈક એવું બોલીને સામવાળાને ટાર્ગેટ કરે છે .એ વ્યક્તિને મજાકનું પાત્ર બનાવી એક ક્રૂર આનંદ લે છે .

ખાસ કરીને જયારે વ્યક્તિ એના નજીકનાં લોકોના સ્તર કરતાં નીચો હોય અથવા એના અહેસાન નીચે દબાયેલો હોય ત્યારે એના નિકટવર્તી કે અન્ય લોકોના ઉપહાસનું પાત્ર …. એ વારંવાર બનતો હોય છે .કોઈ વ્યક્તિ મજબૂરીના કારણવશ પોતાનો પક્ષ નથી મુકતો ત્યારે ,એને કાંઈ વાંધો નથી ….એમ સમજીને એને મજાકનું પાત્ર બનાવવામાં આવે છે.

મજાક ,ઉપહાસ કે કટાક્ષ વચ્ચે ખુબ પાતળી અને નાજુક રેખા છે .એને સમજવા સંવેદનાસભર હદય હોવું જરૂરી છે .મજાક -મસ્તી જીવનમાં તાજગી લાવે છે ….એ હકીકત છે …..પરંતુ ,આ મજાક એટલી હદે ક્રૂર ના હોવી જાેઈએ કે જેથી સામેવાળાની આત્માને દુઃખ થાય .માણસના ચહેરા પરથી કળી લેવું જાેઈએ ,કે એને અમુક મજાક પસંદ છે કે નહીં .

પોતાનાથી નાના કે નબળા લોકોનો તિરસ્કાર કે ઉપહાસ કરનાર ક્યારેય લોકપ્રિય નથી બની શકતો .બીજાની લીટી ભૂંસી પોતાની લીટી મોટી બતાવવાની રીત ,તમારાં માનવી તરીકેના મૂલ્યાંકનમાં ઓછપ લાવી શકે છે .કેટલાંક કટાક્ષ વ્યક્તિનાં કાળજાને વીંધીને સોંસરવા નીકળી જાય છે .

માણસનું સ્વાભિમાન એના જીવનના કેન્દ્ર સ્થાને હોવું જાેઈએ . પરિસ્થિતિવશ ઘણી વાર સમય -સંજાેગને વશ થઇ સ્વાભિમાન અને વાસ્તવિકતામાંથી વ્યક્તિને એક પસંદ કરવાનું આવે ત્યારે ,સમજુ વ્યક્તિ વાસ્તવિકતા સ્વીકારે છે .આવા સમયે લોકોની નજરમાં ભલે એ ખોટો ઠરે , પણ લાગણીથી ભરેલી દુનિયામાં એ સાચો સાબિત થાય છે .

ભાગમદોડના યુગમાં લોકો પોતાની અઢળક આકાંક્ષા અને આર્થિક તંગી વચ્ચે પીસાતો હોય છે ,આજ કારણથી તે મન અને શરીરથી ર્નિબળ બનતો જાય છે .બીજાની પરિસ્થિતિ સમજવાં જે સમજણની જરૂર હોય છે એની કમી વર્તાય છે .નકારાત્મક લાગણીઓને દૂર કરવાં ઉષ્માભરેલાં મિત્રોનો સાથ પણ નથી મળતો ….. આવી ગુંગળામણ માનવીને માનસિક રોગ આપે છે .

બીજાની ખરાબ પરિસ્થતિમાં સાથ આપવાની જગ્યાએ એ એનો ઉપહાસ કરે છે .એને દુઃખી કરી પોતે એનાથી વધુ સુખી છે , એવું મન મનાવે છે .
આવા સમયે ઉપહાસનો ભોગ બનેલો વ્યક્તિનું વર્તન અને શબ્દો આવેશપૂર્ણ હોય તો સબંધ તૂટી જાય છે .

કહેવું બહુ સહેલું છે ,આ સમયે મૌન રહેવું જાેઈએ .અઘરું છે પણ , અશક્ય નથી .સમયથી મોટો કોઈ ગુરુ નથી , માટે આવા મજાક , મશ્કરી કે ઉપહાસ તમને વિચલિત કરે ત્યારે હસીને નીકળી જવાથી તે વ્યક્તિ તમને ગુસ્સો નથી અપાવી શક્યો એનું દુઃખ એને જરૂર થશે .

માનસિક રીતે વૃદ્ધ થયેલા લોકોની સાથે ચર્ચામાં ઉતરીને કોઈ ફાયદો થતો નથી ,માત્ર તમારી રચનાત્મકતા પર અસર પડે છે .પારદર્શિતા અને નિખાલસતાનો સરવાળો તમને બીજાથી અલગ માર્ગ બતાવશે .આ માર્ગ છે ,બીજાને યથાશક્તિ મદદરૂપ થવામાં સહભાગી થવાનો .

ઘવાયેલા ગર્વ અને હતાશ થયેલી મહેચ્છામાંથી વ્યક્તિમાં બદલાની ભાવના ઉત્પન્ન થાય છે .ઘણીવાર વ્યક્તિને મળેલી આઝાદી સ્વત્રંતતાની જગ્યાએ સ્વચ્છંદતાનો આકાર ગ્રહણ કરી લે ત્યારે તેને અહંકાર નામની ઉધઈ લાગી જાય છે .આવા સમયે વ્યક્તિ અંધ બની જાય છે ,એને એની ભૂલ દેખાતી નથી .

બીજાઓ સાથે તેના ખરાબ વ્યવહારની ચર્ચા વારંવાર થવાં લાગે છે .મોટાભાગે બીજા જાેડે કરવામાં આવેલાં ગુરુતાગ્રંથિથી લિપ્ત એના ઉપહાસો સામેવાળી વ્યક્તિને બેચેન બનાવી દે છે .દલીલો અને ઉગ્ર ચર્ચા સંબંધોને નિષ્પ્રાણ બનાવે છે એ હકીકત છે .

તમારું અસ્તિત્વ તમારાં નિકટવર્તી માટે ઉલ્લાસસભર હોવું જાેઈએ .તમારી વિદાય એમને સાચું રુદન કરાવે એવી હોવી જાેઈએ નહીકે હાશકારો થાય એવી હોવી જાેઈએ . માણસ ભુલાઈ જાય છે પણ , એના શબ્દો એની હાજરી સાબિત કરે છે .તેથી બીજાની ભૂલો પર કે એના કોઈ ખોટા ર્નિણય પર મજાક ક્યારેય ન કરવો જાેઈએ .

તમારા અભિપ્રાયો એટલા વેધક ના હોવા જાેઈએ કે જેથી તમારા મિત્રો કે સબંધીઓ એનાથી ઘવાઈ જાય .કારણકે શરીર લાગેલો જખ્મ રૂઝાય છે પણ , શબ્દોના જખ્મ ક્યારેય રુઝાતા નથી .માણસ જયારે જયારે ઘવાય છે ત્યારે જ એનું સાચું ઘડતર થાય છે .

એ વાતમાં સચ્ચાઈ તો છે ,પરંતુ વધુ પડતાં કટાક્ષ માણસને ર્નિદયી અને નિરાશ બનાવી દે છે …. એ પણ ભુલાવું ન જાેઈએ. ઉપહાસનો બદલો ઉપહાસ ….અપમાનનો બદલો અપમાન …આરોપનો બદલો આરોપ નથી . વ્યક્તિનું મૌન આ તમામનો જડબાતોડ જવાબ છે ….!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.