Western Times News

Gujarati News

વડોદરામાં ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો

વડોદરા, વડોદરાના પોરમાં નેશનલ હાઈવે પર બનેલા બ્રિજ પર વિચિત્ર અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા છે. હાઈવે પર એક સાથે ચાર વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કુલ ૫ લોકો ઘાયલ થયા છે, જેમાં બસના ડ્રાઈવર તથા ક્લિનરનો પણ સમાવેશ થાય છે.

અકસ્માતની ઘટના બાદ સ્થાનિક તથા પોલીસ લોકોની મદદ માટે દોડી આવી હતી. અકસ્માતનો ભોગ બનેલી બસ સર્વિસ રોડ પર બનેલી રેલિંગ તોડીને તેના પર અધવચ્ચે લટકી ગઈ હતી. આ અકસ્માતમાં તમામના જીવ બચી ગયા છે.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો બનાવના સ્થળ પર પહોંચ્યો હતો હવે આ બનાવ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. હાઈવે પર એક સાથે ચાર વાહન વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે આઇસર અને એક ટ્રક તથા એક લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર તમામ પ્રવાસીઓનો બચાવ થયો છે. અકસ્માતમાં બસના ડ્રાઈવર અને ક્લીનરને હાથ-પગે ઈજા થઈ હતી.

અકસ્માતની ઘટનામાં કુલ પાંચ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ લકઝરી બસ અને ટ્રક પોર ગામના સર્વિસ રોડની રેલીગ તોડીને અધવચ્ચે લટકતી જાેવા મળી હતી.

વરણામા પોલીસ તથા પોર ગામના લોકોએ ભેગા મળી કલાકો સુધી રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ ઇજા પામનારને પોર રેફરલ હોસ્પિટલ ખસેડયા હતા. અકસ્માતના સ્થળ પર પહોંચેલા લોકએ ઘાયલ થયેલા ડ્રાઈવર અને ક્લિનરને બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં મદદ કરી હતી.

પહેલા તો લોકો ડ્રાઈવર અને ક્લિનરની હાલત જાેઈને ડઘાઈ ગયા હતા પરંતુ તેમના શ્વાસોચ્છવાસ ચાલુ જાેઈને સૌએ હાસકારો લીધો હતો. અકસ્માત બનવા પાછળનું કારણ શું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. શહેરોમાં ૮ વાગ્યા પછી એન્ટ્રી ના મળતી હોવાથી હેવી વાહનોના ડ્રાઈવરો દરમિયાન વહેલી સવારે રોડ ખાલી હોવાથી ઓવર સ્પિડમાં ડ્રાઈવિંગ કરવામાં આવતું હોય છે, જેના કારણે પરોઢના સમયે આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.