Western Times News

Gujarati News

GAPIOની 13મી કોન્ફરન્સમાં ક્રિટિકલ સર્જરીમાં AI અને રોબોટિક્સના ઉપયોગ વિશે ચર્ચા કરાઇ

GAPIOની 13મી વાર્ષિક કોન્ફરન્સનું ગાંધીનગરમાં આયોજન, ડોક્ટર્સે હેલ્થકેરમાં ઇનોવેશન ઉપર ચર્ચા-વિચારણા કરી

·         પ્રોટોન થેરાપીના ઉપયોગ વિશે ચર્ચા-નેફ્રોલોજી, ઓન્કોલોજી, કાર્ડિયોલોજી અને ન્યુરોસાયન્સિસમાં નવીનતમ શોધ અંગે પણ ચર્ચા- 13 GAPIO એક્સલન્સ એવોર્ડ એનાયત કરાયા   

ગાંધીનગર, ગ્લોબલ એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (GAPIO)ની 13મી વાર્ષિક કોન્ફરન્સનો ગાંધીનગરમાં શનિવારે પ્રારંભ થયો હતો. આ બે-દિવસીય કોન્ફરન્સમાં 57 દેશોના 500થી વધુ ડોક્ટર્સે ભાગ લીધો હતો, જેમાં યુએસ, યુકે અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પ્રેક્ટિસ કરતાં ભારતીય મૂળના ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે. XIII Annual Conference of GAPIO organized in Gandhinagar; doctors deliberate on latest innovations in healthcare

આ કોન્ફરન્સ દરમિયાન ભાગ લેનાર આરોગ્ય નિષ્ણાંતોએ જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો તથા બહુવિધ હેલ્થકેર ક્ષેત્રોમાં ઇનોવેશન ઉપર ચર્ચા-વિચારણા કરી હતી. તેમાં કાર્ડિયાક સાયન્સ, ન્યુરોસાયન્સિસ, નેફ્રોલોજી, ઓન્કોલોજી, કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ્સ, ગેસ્ટ્રોએન્ટેરોજોલોજી, ન્યુટ્રિશન અને નર્સિંગ વગેરે સામેલ છે.

કોન્ફરન્સના ભાગરૂપે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વપરાશ ઉપર એક સમર્પિત સત્રનું પણ આયોજન કરાયું હતું. આ ઉપરાંત કોલોરેક્ટલ સર્જરી, રોબોટિક્સ સાથે જટિલ માયોમેક્ટોમી દ્વારા એન્વેલપને બળ આપવું, રોબોટિક અપર સીઆઇ સર્જરીના લાભો, રોબોટિક આર્થ્રોપ્લાસ્ટી, કાર્ડિયાક બિમારીમાં એઆઇ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિમ્પલિફાઇડ, થોરેસિક સર્જરીમાં રોબોટિક્સની ભૂમિકા તેમજ ભારતના સંદર્ભમાં પ્રોટોન થેરાપીના વિકાસ અને ઉદ્ધભવના સંકેતો જેવાં વિષયો ઉપર પણ ચર્ચા યોજાઇ હતી.

કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર વિભાગના માનનીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, “ભારત અને વિશ્વભરમાં હેલ્થકેર સેક્ટર વિશેષ કરીને કોવિડ-19 મહામારી બાદ જબરદસ્ત પરિવર્તનમાંથી પસાર થઇ રહ્યું છે. વિશ્વમાં કોઇપણ જગ્યાએ પ્રેક્ટિસ કરતાં ભારતીય ડોક્ટર્સે એક વિશિષ્ટ ઓળખ સ્થાપી છે. દેશમાં હેલ્થકેર સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે વૈશ્વિક સ્તરે ઉત્તમ પ્રેક્ટિસ વિશે ડોકટર્સ વચ્ચે જ્ઞાન અને માહિતીનું આદાન પ્રદાન મહત્વપૂર્ણ પરિબળ છે.”

 

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, “ભારત કોવિડ-19ના પ્રભાવમાંથી સફળતાપૂર્વક બહાર આવી ગયું છે ત્યારે કેન્સર, હ્રદય રોગ અને ડાયાબિટીસ જેવી નોન-કમ્યુનિકેબલ બિમારીઓનું સતત વધતું ભારણ હેલ્થકેર સેક્ટર સામે વધુ એક પડાકર છે. આગામી સમયમાં ખર્ચ-કાર્યક્ષમ અને નવીન ઉકેલો પ્રદાન કરવા જરૂરી છે, જેનો લાભ સમાજના દરેક વર્ગો લઇ શકે. આ ઉકેલો રજૂ કરવામાં તથા માનવજાતની સેવા કરવામાં ડોક્ટર્સની ભૂમિકા ખૂબજ મહત્વપૂર્ણ છે.”

GAPIOના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના ચેરમેન ડો. પ્રતાપ સી રેડ્ડીએ કહ્યું હતું કે, “ભારત અને વિદેશમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાના ભારતીય મૂળના ફિઝિશિયન્સના જુસ્સાની ઓળખ કરવા અમે પ્રયત્નશીલ છીએ. વિશ્વભરમાં તેમના પ્રશંસનીય પ્રયાસો અને ઉત્તમ કાર્યોએ દરેક ભારતીયને ગૌરવ અપાવ્યું છે. પુરસ્કાર વિજેતાઓનું ઉદાહરણરૂપ કાર્ય બીજા લોકોને અનુસરવાની પ્રેરણા આપે છે.”

GAPIOના પ્રેસિડેન્ટ અને અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના મેડિકલ ડાયરેક્ટર તથા સિનિયર કન્સલ્ટન્ટ પિડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ અને હેપેટોલોજીસ્ટ ડો. અનુપમ સિબ્બલે કહ્યું હતું કે, “GAPIO વિશ્વભરમાં ગમે ત્યાં પ્રેક્ટિસ કરતાં ભારતીય મૂળના ડોક્ટર્સને ક્લિનિકલ સ્કિલ ડેવલપમેન્ટ, સમકાલીન સ્વાસ્થ્ય મુદ્દાઓના ઉકેલો તથા હેલ્થકેર ડિલિવરીમાં આધુનિકીકરણ અંગે તેમના જ્ઞાન અને વિચારોની આપ-લે માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.”

GAPIOના વાઇસ પ્રેસિડેન્ટ ડો. નંદકુમાર જયરામે કહ્યું હતું કે, “રિસર્ચ અને ઇનોવેશન ભારતમાં છેવાડા સુધી ગુણવત્તાયુક્ત હેલ્થકેરની ડિલિવરીમાં સુધારો કરી શકે છે. દેશ અસંખ્ય સ્વાસ્થ્ય પડકારોને પહોંચી વળવા તૈયાર છે ત્યારે આ કોન્ફરન્સ દેશમાં હેલ્થકેર વર્કફોર્સના કૌશલ્ય અને સ્તર માટે સૌથી અનુકૂળ કાર્યપ્રણાલીની ઓળખ કરવામાં મદદરૂપ બનશે.”

 

GAPIOના સેક્રેટરી જનરલ અને પરીખ વર્લ્ડ વાઇડ મીડિયા તથા યુએસએમાં આઇટીવી ગોલ્ડ 24X7 ટીવી ચેનલના ચેરમેન અને પબ્લિશર ડો. સુધીર પરીખે કહ્યું હતું કે, “57 દેશોમાં ઉપસ્થિતિ સાથે GAPIO  વિશ્વભરમાં આરોગ્ય સેવાઓમાં સુધારો કરવાના તેના વિઝન પ્રત્યે કટીબદ્ધ છે. GAPIO સહયોગ સ્થાપિત કરવા, ભારતીય મૂળના 1.4 મિલિયન ફિઝિશિયન્સને એક પ્લેટફોર્મ ઉપર લાવવા માટે કાર્યરત છે. આગામી વર્ષોમાં મજબૂત અને કનેક્ટેડ ફિઝિશિયન કમ્યુનિટીની રચના માટે અમારી કામગીરીમાં વધારો કરાશે.”

 

BAPIOના પૂર્વ પ્રેસિડેન્ટ અને GAPIOના પૂર્વ પ્રેસિડેન્ટ ડો. રમેશ મહેતાએ કહ્યું હતું કે, આ કોન્ફરન્સ હાર્ડ-કોર મેડિકલ સ્પેશિયાલિટી અંગે ચર્ચા કરવાથી હવે આગળ વધી છે. બીજા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચા કરાઇ છે, જેમકે બાળપણમાં અંધત્વ જેવી ટાળી શકાય ટ્રેજેડીઃ GAPIO શું કરી શકે?, જીનોમિક્સની ઉત્કાંતિઃ અદ્રશ્ય સુધી પહોંચવી, ક્લાઇમેટ ચેન્જ અને માનવીના આરોગ્ય ઉપર તેની અસર, નેવિગેટિંગ ચેન્જ એન્ડ પ્રિપેરિંગ ફોર ધ ફ્યુચર – ધ નર્સિંગ પર્સપેક્ટિવ, એનસીડીના રિવર્ઝલ, ભારતમાં હેલ્થકેર માટે લીડ્સ, લીડરશીપ મંત્ર, મેડિસીનમાં મહિલાઓ વગેરે કોન્ફરન્સને ખરા અર્થમાં વિશિષ્ય બનાવે છે.

GAPIOના પૂર્વ પ્રેસિડેન્ટ ડો. સંકુ રાવે આ કોન્ફરન્સના શૈક્ષણિક પાસા પ્રત્યે તેમની ખુશી વ્યક્ત કરી હતી. 500થી વધુ પ્રતિનિધિઓ સાથે ઘણાં ડોક્ટર્સ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા છે તેમજ યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા અને ભારત સહિત વિશ્વભરના 150થી વધુ ફેકલ્ટી મેમ્બર્સ સાથેની આ કોન્ફરન્સ ખરા અર્થમાં “ગ્લોબલ” છે.

આ કોન્ફરન્સમાં મેડિસીન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર અને વાર્ષિક GAPIO એવોર્ડ્સ વિજેતા ભારતીય ફિઝિશિયન્સના નામ જાહેર કરાયા હતાં.

વિશિષ્ટ શ્રેણીમાં પુરસ્કાર વિજેતાઓઃ

·         GAPIO લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ – પ્રોફેસર ધવેન્દ્ર કુમાર, સ્પાયર કાર્ડિફ હોસ્પિટલ, યુકે

·         ડો. પ્રતાપ સી રેડ્ડી ફિલેન્થ્રોપી એવોર્ડ – ડો. રાયપુ રમેશ બાબુ, બ્લડ ડોનર્સ ઓર્ગેનાઇઝેશન ઓફ સોશિયલ સર્વિસ, તિરૂપતિ

·         ડો. એઆઇ મોદી એવોર્ડ – પ્રોફેસર અજય કુમાર દુસેજા, પીજીઆઇએમઇઆર, ચંદીગઢ

·         GAPIO સર્જિકલ એક્સલન્સ એવોર્ડ – પ્રોફેસર ધવેન્દ્ર કુમાર ગુપ્તા, એઇમ્સ, નવી દિલ્હી

·         GAPIO એક્સલન્સ ઇન ડાયગ્નોસ્ટિક એવોર્ડ – પ્રોફેસર અનિતા બોર્ગેસ, એસએલ રાહેજા હોસ્પિટલ, મુંબઇ

·         GAPIO એક્સલન્સ ઇન રેડિયોલોજી રેડિયેશન થેરાપી એવોર્ડ – પ્રોફેસર અક્ષય કુમાર સક્સેના, પીજીઆઇએમઇઆર, ચંદીગઢ

યંગ કેટેગરીમાં પુરસ્કાર વિજેતાઓઃ

·         ડો. એઆઇ મોદી એવોર્ડ – ડો. સંજીતા સસીધરન, એસએલ રાહેજા હોસ્પિટલ, મુંબઇ

·         GAPIO સર્જિકલ એક્સલન્સ એવોર્ડ – ડો. સૌરભ જૈન, એમજીએમએમસી, ઇન્દોર

·         GAPIO એક્સલન્સ ઇન ડાયગ્નોટિક એવોર્ડ – ડો. તુષાર સેહગલ, એઇમ્સ, નવી દિલ્હી

·         GAPIO એક્સલન્સ ઇન રેડિયોલોજી/રેડિયેશન થેરાપી એવોર્ડ – ડો. ચંદ્રશેખરન એસ એચ, એઇમ્સ, નવી દિલ્હી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.