Western Times News

Gujarati News

Eye Care: વરિષ્ઠ નાગરિકોને આંખોની સારી દ્રષ્ટિ જાળવવા માટે 5 આસાન ટિપ્સ

AMD જાગૃતિ મહિનોઃ વરિષ્ઠ નાગરિકોમાં રેટિનલ સ્વાસ્થ્યની સંભાળ લેવા માટે 5 ટિપ

આ એએમડી અવેરનેસ મંથ પર નિષ્ણાતો વરિષ્ઠ નાગરિકો માટે બહેતર દ્રષ્ટિની ખાતરી રાખવા અમુક ટિપ્સ આપે છે.

એએમડી રોગની ઓળખ વિકૃત કે ઝાંખી કેન્દ્રીય દ્રષ્ટિ પેદા કરતા મેક્યુલામાં ટિશ્યુના નુકસાનથી થાય છે. વ્યાપક આંખના પરીક્ષણ થખી તમારા આંખના ડોક્ટર એએમડી શોધી શકે અને તેની પ્રગતિ ધીમી કરી શકતો ઉપચાર મુકરર કરી શકે છે. નિદાન થયા પછી ઉપચારનું પાલન કરવાનું અને સ્વસ્થ જીવનશૈલી જાળવવાનું મહત્ત્વપૂર્ણ છે, જે આ સ્થિતિને નાથવામાં અસરકારક રીતે મદદ કરી શકે છે. AMD Awareness Month: 5 tips to take care of retinal health among elderly people
રેટિનલ ફાઉન્ડેશન, અમદાવાદના કન્સલ્ટન્ટ વિટ્રિયો રેટિનલ સર્જન ડો. મનીષ નાગપાલે જણાવ્યું હતું કે “મારી પ્રેક્ટિસ દરમિયાન મેં તપાસેલા દર્દીમાંથી 20 ટકા ઉંમર સંબંધી મેક્યુલર ડિજનરેશનથી પીડાતા હતા. આથી આરંભિક તબક્કામાં આંખના રોગોનાં ચિહનો અને લક્ષણો ઓળખવાનું અને વહેલામાં વહેલી તકી વ્યાવસાયિક મદદ લેવાનું મહત્ત્વપૂર્ણ છે.

સમયસર નિદાન અને ઉપચાર રોગની અસરકારક માવજત માટે મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જો ઉમર સંબંધી મેક્યુલર ડિજનરેશનનો સમયસર ઉપચાર નહીં કરાય તો તેનાથી અંધત્વ આવી શકે છે.”

આંખના રોગો અને દ્રષ્ટિ સંબંધી સમસ્યાઓ કોઈ પણ ઉંમરે ઉદભવી શકે છે. જોકે આવી ઘટનાઓ જાગૃતિને અભાવે વરિષ્ઠ નાગરિકોમાં ઉચ્ચ હોય છે. એએમડી (એજ- રિલેટેડ મેક્યુલર ડિજનરેશન) ખાસ કરીને 60થી વધુ ઉંમરના લોકોમાં ઓછી દ્રષ્ટિનું મુખ્ય કારણ છે.

વરિષ્ઠ નાગરિકોને બહેતર દ્રષ્ટિ જાળવવા માટે મદદરૂપ થઈ શકતી 5 આસાન ટિપ્સઃ

આરોગ્યવર્ધક ખાદ્ય ખાઓઃ આહાર રેટિનલ સ્વાસ્થ્યનું જતન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લીલા પાનની શાકભાજી અને ફળોથી સમૃદ્ધ આહાર ખાવાથી આંખોનું સ્વાસ્થ્ય ઉત્તમ રીતે જાળવવામાં મદદ થઈ શકે છે. અખરોટ, ફ્લેક્સીડ્સ, માછલી, જેમ કે, કોડ, સાલમન વગેરે ઓમેગા-3 ફેટી એસિડ્સના ઉત્કૃષ્ટ સ્રોત છે, જે રેટિનલ સ્વાસ્થ્યનું સંવર્ધન કરી શકે છે.1

નિયમિત નેત્ર તપાસ: આંખોનું સ્વાસ્થ્ય જાળવવાની સૌથી સારી બાબત નિયમિત આંખની દેખરેખ રાખવાની છે. નિયમિત તમારા ઓપ્થેલ્મોલોજિસ્ટને મળવાથી તમારી આંખોની કાળજી રાખી શકાય છે અને અમુક આંખના રોગના વધતા જોખમ પર દેખરેખ રાખી શકાય છે. સમસ્યા વહેલી નિદાન થાય તો તમારી દ્રષ્ટિનું રક્ષણ કરવા સાથે દ્રષ્ટિ ગુમાવવાનું પણ રોકવામાં મદદ થાય છે.

મુકરર ઉપચારનું પાલન કરો: એએમડી દવાઓ અને લેઝર થેરપી સાથે અસરકારક રીતે ઉપચાર કરી શકાય છે અને દર્દીઓ રોજબરોજના ઉપયોગ માટે લો વિઝન એઈડ્સનો ઉપયોગ કરી શકે છે. મુકરર શિડ્યુલને વળગી રહેવું અસરકારક થેરપીનાં પરિણામોની ચાવી છે!

નિયમિત કસરતઃ નિયમિત કસરતથી ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટરોલ જેવી સ્થિતિઓ નિવારવામાં મદદ થઈ શકે છે, જે બધી બીમારીઓ હઠીલી આંખની સમસ્યાઓ પેદા કરી શકે છે, જેનાથી તમારી દ્રષ્ટિને હાનિ થઈ શકે છે. કસરત આંખોમાં સ્વસ્થ રક્તવાહિનીઓને પ્રમોટ કરે છે.

તમારી આંખોનું હંમેશાં રક્ષણ કરો:  યુવી રેઝથી તમારી આંખોનું રક્ષણ કરવાનું મહત્ત્વપૂર્ણ છે. સૂર્યપ્રકાશને સન્મુખતા ઉંમર સંબંધી મેક્યુલર ડિજનરેશનનું જોખમ વધારે છે અને મોટા ભાગના લોકોને બહુ મોડું નહીં થાય ત્યાં સુધી તેનો ખ્યાલ પણ આવતો નથી. સનગ્લાસીસ ખરીદી કરવા સમયે તે યુવીએ અને યુવીબી રેડિયેશન 99-100 ટકા સુધી બ્લોક કરે તેવા શેડ્સ લેવા જોઈએ. જો તમે રેટિનલ અથવા આંખના ઉપચાર લેતા હોય તો બહાર નીકળો ત્યારે યુવી કોટેડ સનગ્લાસીસ પહેરો અથવા સ્પેશિયાલિસ્ટ દ્વારા મુકરર ગ્લાસીસનો ઉપયોગ કરો.

એએમડી જાગૃતિ મહિનો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોમાં એએમડીના વધતા, નિવાર્યક્ષમ બોજ અને નિયમિત આંખની તપાસના મહત્ત્વ વિશે જાગૃતિ વધારવાની તક છે. તે વહેલા નિદાન અને રોજની માવજતના રૂપમાં સમયસર સંભાળ પ્રેરિત કરી શકે છે, જેથી દર્દીઓ નિવાર્યક્ષમ અંધત્વ ટાળી શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.