Western Times News

Gujarati News

Viએ ગ્રામીણ ગુજરાતમાં 110થી વધારે વી શોપ્સ શરૂ કરીને રિટેલ કામગીરીમાં વધારો કર્યો

ભારતના 18 રાજ્યોમાં 1100થી વધારે વી શોપ્સ શરૂ થઈ-વી શોપ્સ બારેજા, સામખિયાળી, તળાજા, સંતરામપુર અને સચિન જેવા ટિઅર 3 નગરોમાં પ્રીપેઇડ યુઝર્સ માટે વન-સ્ટોપ સર્વિસ તરીકે સેવા આપશે

ગ્રામીણ ઉપભોક્તાઓ સાથે વધુ ગાઢ સંબંધ સ્થાપિત કરવાની પોતાની વ્યૂહરચનાને સુસંગત રીતે અગ્રણી ટેલીકોમ ઓપરેટર વીએ ગુજરાતમાં તમામ ટિઅર 3 સ્થાનોમાં 110થી વધારે નવી ફોર્મેટની ‘વી શોપ્સ’ શરૂ કરી છે. પોતાની રિટેલ કામગીરીનું વિસ્તરણ કરીને વી શોપ્સ બારેજા, સામખિયાળી, તળાજા, સંતરામપુર, સચિન જેવા અન્ય ઘણાં નગરોમાં શરૂ થઈ છે. Vi Expands Retail presence in Rural Gujarat with the Launch of over 110 Vi Shops

સ્થાનિક ગ્રાહકોને વીનો એકસમાન અનુભવ પ્રદાન કરવાના અને ઝડપી સપોર્ટ મેળવવા અને ઉપયોગિતા મેળવવા સક્ષમ બનાવવાના ઇરાદા સાથે પ્રસ્તુત આ વી શોપ્સ છેલ્લાં ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવ્યાં છે. વી શોપ્સની નવી ફોર્મેટની આધુનિક ડિઝાઇન શહેરી કેન્દ્રોમાં વીના હાલના માળખાને પરિભાષિત કરતાં ઓળખ  સમાન પાસાંઓ સાથે સુસંગત છે. વી શોપ્સ વી પ્રીપેઇડ ઉત્પાદનો અને સેવાઓનો સંપૂર્ણ બુકે ઓફર કરે છે તથા ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ મેળવવા અને જોડાણ વધારવા સક્ષમ બનાવે છે.

આ રિટેલ વિસ્તરણની પહેલ પાછળ વ્યૂહાત્મક ઉદ્દેશ સમજાવતાં વોડાફોન આઇડિયા લિમિટેડના સીઓઓ અભિજીત કિશોરએ કહ્યું હતું કે, “અમારો અનુભવ અને ગ્રાહકની સંશોધનલક્ષી પહેલ સૂચવે છે કે, મેટ્રોની બહાર ગ્રાહકોનો હજુ પણ એક મોટો વર્ગ છે,

જે ફેસ-ટૂ-ફેસ સર્વિસની સુવિધા પસંદ કરે છે અને એનાથી જ પરિચિત છે. બહોળા ગ્રામીણ સમુદાયને ડિજિટલ પરિવર્તનનો ભાગ બનાવવા અમે વિવિધ નાનાં શહેરો અને ટિઅર 3 બજારોમાં વી શોપ્સની વિભાવના પ્રસ્તુત કરીને અમારી ગ્રામીણ રિટેલ વ્યૂહરચના માટે નવો અભિગમ ધરાવીએ છીએ.

આટલા ટૂંકા ગાળામાં આશરે 1100 વી શોપ શરૂ કરવી દેશમાં સૌથી વધુ ઝડપી રિટેલ વિસ્તરણ પૈકીનું એક છે. એનાથી આપણને આપણા ગ્રાહકો સાથે વધારે ગાઢ સંબંધ સ્થાપિત કરવામાં મદદ મળશે, જે તેમને આવકારદાયક વાતાવરણમાં તાલીમબદ્ધ કર્મચારીઓ મારફતે સેવાની સુલભતામાં સુવિધા અને સરળતા પ્રદાન કરશે.”

વી ગ્રાહકોની વિવિધ આકાંક્ષાઓને પૂરી કરવા નવી વિભાવનાઓ, ઉત્પાદનો અને સેવાઓ પ્રસ્તુત કરવામાં હંમેશા મોખરે છે. વી શોપ્સ મારફતે વી ટેલ્કો++ ઓફરના બહોળા બુકે માટે જાગૃતિ અને સ્વીકાર્યતા વધારવાનો ઇરાદો પણ ધરાવે છે, જે જોબ્સ એન્ડ સ્કિલિંગ, સરકારી પરીક્ષાની તૈયારી, અંગ્રેજી ભાષાની કુશળતાઓ જેવા ક્ષેત્રોમાં કુશળતાઓ ધરાવતા નિષ્ણાતો સાથે જોડાણનું પરિણામ છે.

વીએ ગ્રાહકની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ જોડાણનો સતત અને રસપ્રદ અનુભવ પ્રદાન કરવા સતત નવી રીતો અપનાવી અને તેમાં સુધારાવધારા કરીને નવા ગ્રામીણ પ્રીપેઇડ સ્ટોર્સનું આયોજન કર્યું છે. જ્યારે વી સ્ટોરનો લૂક અને અનુભવ ગ્રાહકની આકાંક્ષાઓને પૂરી કરે છે, ત્યારે વીની બ્રાન્ડના હાર્દરૂપ અભિગમને પ્રસ્તુત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.