Western Times News

Gujarati News

નૈયો લગદા સોન્ગનો ડાન્સ સલમાન માટે બન્યો માથાનો દુખાવો

મુંબઈ, સલમાન ખાન અને પૂજા હેગડે સ્ટારર કિસી કા ભાઈ કિસી કી જાનનું નૈયો લગદા’ સોંગ ગઈકાલે બિગ બોસ ૧૬ના ફિનાલે દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારથી આ સોંગ રીલીઝ થયું છે, ત્યારથી ગીતને ઘણા ટ્રોલર્સે પોતાના નિશાનામાં લીધેલું છે.

કેટલાક ચાહકો ટ્યુનનાં વખાણ કરી રહ્યાં છે, ત્યારે બીજી બાજુ સલમાનનું હૂક સ્ટેપ છે, જેમાં સોંગ પર નેગેટિવ કમેન્ટ્‌સ કરવામાં આવી રહી છે. ૩ વર્ષ પછી સલમાન ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સાથે મુખ્ય ભૂમિકામાં મોટા પડદા પર પાછો ફરશે. તે છેલ્લે દબંગ ૩માં જાેવા મળ્યો હતો.The dance of Nayo Lagda song became a headache for Salman

સુપરસ્ટાર અને તેના ચાહકો બ્લોકબસ્ટર કમબેકની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે અને ફિલ્મના ટીઝરની પ્રતિક્રિયાઓ અનુસાર સ્ટેજ પહેલેથી જ સેટ થઈ ગયો છે. પરંતુ નવું રિલીઝ થયેલું ગીત હવે ટ્રોલ્સના રડાર પર આવી ગયું છે.

કિસી કા ભાઈ કિસી કી જાનનું ‘નૈયો લગદા’ સોંગમાં સલમાન ખાન અને પૂજા હેગડેનો રોમેન્ટિક ટ્રેક જાેઇ શકાય છે. જ્યારે સલમાન તેના લાંબા વાળમાં ડૅશિંગ દેખાઈ રહ્યો છે, ત્યારે પૂજા તેની ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દે છે. આ સોંગ કમાલ ખાન, પલક મુછલ દ્વારા ગાવામાં આવ્યું છે અને હિમેશ રેશમિયા દ્વારા કોમ્પોઝ કરવામાં આવ્યું છે.

આ ટ્રેક ૨૦૦૦ ના દાયકાની શરૂઆતના વાઇબ્સ લાવી રહ્યું છે, તેથી કોમ્પોઝીશન માટે થમ્બ્સ-અપ પ્રાપ્ત કરી રહ્યું છે પરંતુ સલમાન દ્વારા કરવામાં આવેલા હૂક સ્ટેપ પર ટ્રોલર્સ ખૂબ મજાક બનાવી રહ્યા છે. ટિ્‌વટર યુઝર્સમાંથી એકે સલમાન ખાન દ્વારા કરવામાં આવેલા સ્ટ્રેચિંગ જેવા સ્ટેપને ટાંકીને કહ્યું, “સલ્લુ ભાઈ નૈયો લગદા ગીતમાં લેગ ડે વર્કઆઉટ કરી રહ્યા છે. ગીત સારું છે પણ કોરિયોગ્રાફી ખૂબ ખરાબ છે.”

અન્ય નેટીઝને લખ્યું, #KisiKaBhaiKisiKiJaan પરથી #SalmanKhanની#NaiyoLagda જાેયા પછી આ ગ્રહ છોડવાનો સમય આવી ગયો છે.” અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, લાગે છે કે પઠાણમાં કંઇક વધારે જ પેઇનકિલર ખાય લીધી છે.

સોશ્યલ મીડિયા પર ખાસ કરીને ટિ્‌વટર પર આ સોંગને ટ્રોલર્સે ખૂબ નિશાન બનાવ્યું છે. તમને આ સોંગ સંબંધિત અને ખાસ કરીને સલમાન ખાનના ડાન્સ પર લોકો ખૂબ હસી રહ્યા છે. અને મીમ્સ બનાવીને પણ શેર કરીને મજા લૂંટી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.