Western Times News

Gujarati News

Work From Home: અપાવવાની લાલચ આપી ૬૯ હજારની છેતરપિંડી

અમદાવાદમાં ઓનલાઈન ફ્રોડના કેસમાં વધારો થયો-પ્રોફાઈલ નોકરી ડોટ કોમ પરથી મળી છે, હાલ એમેઝોન કંપનીમાં વર્ક ફ્રોમ હોમની નોકરી છે, અને તે પણ કાયમી હોવાનું કહી છેતરપિંડી કરી

અમદાવાદ,  અમદાવાદમાં ઓનલાઈન ફ્રોડના કેસમાં વધારો થયો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ઠગાઈ કરનારાને કોઈ ડર રહ્યો નથી. લોકો સરેઆમ લુંટાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં વર્ક ફ્રોમ હોમ આપવાની લાલચ આપીને પ્રોસેસિંગ ફીના નામે ૬૯ હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ વિભાગમાં નોંઘાઈ છે. work-from-home-cheating case in ahmedabad registered

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી યુવતી એચડીએફસીબેંકમાં ઈમેલ ઓપરેટિંગનું કામ કરે છે. આ યુવતીએ નોકરી ડોટ કોમ પર બાયોટેડા મુક્યો હતો. ત્યારે આઠમી ફેબ્રુઆરીએ આ યુવતીના ફોન પર કોઈ સંસ્કૃતિ નામની યુવતીએ ફોન કર્યો હતો. આ સંસ્કૃતિએ ફોન પર જણાવ્યું હતું કે, તમારી પ્રોફાઈલ નોકરી ડોટ કોમ પરથી મળી છે.

હાલ એમેઝોન કંપનીમાં વર્ક ફ્રોમ હોમની નોકરી છે. અને તે પણ કાયમી છે. સંસ્કૃતિએ ફરિયાદી યુવતીને કહ્યું હતુંકે, હાલમાં તમને કેટલો પગાર મળે છે. ત્યારે ફરિયાદી યુવતીએ અઢી લાખ સીટીસી મળવાની વાત કરી હતી. ત્યારે સંસ્કૃતિએ તેને સાડા ત્રણ લાખ સીટીસી આપવાની વાત કરી હતી.

ફરિયાદી યુવતીએ સંસ્કૃતિને કહ્યું હતું કે, હાલ તે એસડીએફસી બેંકનું કામ વર્ક ફ્રોમ હોમ કરી રહી છે પણ જાે કાયમી નોકરી હોય તો હું નોકરી જાેઈન કરવા તૈયાર છું. ત્યારે સંસ્કૃતિએ તેને કહ્યું હતું કે બપોરે તમને કંપનીમાંથી ઈન્ટરવ્યૂ કોલ આવશે. એમ કહીને ફોન મુકી દીધો હતો.

ત્યારબાદ ફરીવાર કોલ આવ્યો હતો અને નોકરીમાં સિલેક્ટ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. તેમજ જરૂરી ડોક્યુમેન્ટ્‌સ પણ માંગ્યા હતાં. એક ઈમેલ આઈડી ફરિયાદી યુવતીના મોબાઈલ ફોન પર આવ્યો હતો અને એ ઈમેલ પર યુવતીએ તેના ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતાં. ત્યાર બાદ યુવતી પાસે પ્રોસેસિંગ ફી ૧૮૦૦ રૂપિયા માંગવામાં આવી હતી.

જે તેણે સામેથી આપેલા ફોન નંબર પર ફોન પે કરીને ભરી હતી. એમ કરીને અલગ અલગ બહાના હેઠળ ફરિયાદી યુવતી પાસે ૬૯૫૧૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતાં. પરંતુ યુવતીને શંકા જતાં તેણે બીજા પૈસા આપવાની ના પાડીને ભરેલા પૈસા રીફંડ માગ્યાં હતાં. ત્યારે તેની પાસે ડેબિટ કાર્ડની ડીટેલ માંગવામાં આવી હતી અને યુવતીએ ડીટેલ આપ્યા બાદ પણ રૂપિયા પરત નહીં આવતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.