Western Times News

Gujarati News

સ્વામી સચ્ચિદાનંદના હસ્તે  ગંગા સ્વરૂપ મહિલાઓનું સન્માન કરાયું

(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ) પેટલાદ, ચૌદ ગામ પાટીદાર દ્ધારા ધી વેસ્ટર્ન ઈંગ્લીશ મિડીયમ સ્કુલ ખાતે સમાજની ગંગા સ્વરૂપ મહિલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં ચૌદ ગામ પાટીદાર સમાજની ગંગા સ્વરૂપ મહિલાઓનું સન્માન પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. Swami Satchidananda honored women in the form of Ganges

આ પ્રસંગે સ્વામીજીએ આર્શિવચન પાઠવતા કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમા પહેલી વંદના માતૃવંદના છે. સ્ત્રીએ પાતાના સ્ત્રીત્વની રક્ષા ખૂબ જ ડહાપણથી કરવાની હોય છે. સમાજ દ્ધારા ગંગા સ્વરૂપ મહિલાઓનું સન્માન કરવુ એ પણ એક ઉમદા કાર્ય છે. સમાજના પ્રમુખ ખોડાભાઈ એસ પટેલે કહ્યું હતું કે સો ટકા સફળતા કે નિષ્ફળતા એ આપણા હાથની વાત નથી,

પરંતુ સો ટકા પરિશ્રમ એ આપણા હાથમાં છે. સ્વામી વિવેકાનંદની વાતને યાદ કરતા તેઓએ સમાજના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી ઝઝુમ્યા કરો. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ મનિષભાઇ એસ પટેલ (વાઈસ પ્રેસિડેન્ટ – ચારૂતર વિદ્યા મંડળ),

મુખ્ય મહેમાન નિરંજનભાઈ પટેલ (વાઈસ ચાન્સેલર – એસ પી યુનિવર્સિટી), અતિથી વિશેષ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાનીએ પ્રાસંગિક પ્રવચન દ્ધારા સમાજના કાર્યોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના એસએસસી થી ઉચ્ચ શિક્ષણમાં ખાસ ઉપાધિ મેળવનાર વિદ્યાર્થીઓનું શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.

સમાજની ગંગા સ્વરૂપ મહિલાઓને દાતાઓ થકી બે જાેડી વસ્ત્રો, સન્માન પત્ર તથા રોકડ સહાય કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં સમાજની વિવિધ પાંખોના હોદ્દેદારો, આગેવાનો, વડીલો, મહિલાઓ, યુવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.