Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Surat : કંકોત્રી વહેંચવા જઈ રહેલા યુવાનને કાળમુખો ટ્રક ભરખી ગયો

share broker suicide

પ્રતિકાત્મક

(એજન્સી) સુરત, શહેરમાં સતત રોડ અકસ્માત યુવાનો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના લઇને સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. પોતાના લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા ૨૬ વર્ષીય યુવકને કાળમુખો ટ્રક ભરખી ગયો હતો.

પરવત પાટિયા ફ્લાય ઓવરબ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં મરનાર યુવકના પરિવાર સાથે સમગ્ર વિસ્તાર શોકની કાલીમા છવાઈ જાવા પામી છે. આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરતમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાંય શહેરના રસ્તા પર યમરાજ બનીને દોડતા હોય છે.

આ સાથે લોકોના જીવ પણ લેતા હોય છે. ત્યારે ગતરોજ બનેલી ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાઇ જવા પામી છે. ગોડાદરા લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો ૨૬ વર્ષીય જીતેન્દ્રદાન ચારણના ૪ દિવસ બાદ ૨૨મી ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા.

youth death in truck accident

શુક્રવારે જીતેન્દ્રદાન સંબંધીઓને લગ્નની કંકોત્રી આપવા નીકળ્યો હતો ત્યારે પરવત પાટીયા ફ્લાય ઓવરબ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રકે અડફેટે લીધો હતો. જે બાદ જીતેન્દ્રને તાત્કાલિક સ્મીમેર લઇ જવાયો હતો. જ્યાં જીતેન્દ્રનો એક પગ કાપવો પડ્યો હતો.

જાેકે ઓપરેશન બાદ પણ તબીબ તેને બચાવી શક્યા ન હતા અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. પુણા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાેકે, આ યુવાનના લગ્નને લઇને પરિવાર સાથે સમગ્ર વિસ્તાર આનંદ હતો ત્યારે યુવાનના મોતના સમાચાર લઇને પરિવાર સાથે સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાય જવા પામી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers