Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Morbi : 6 વર્ષની બાળકી પર ઘરમાં રમતાં ટીવી પડતાં મોત

પ્રતિકાત્મક

(એજન્સી) મોરબી, રમત-રમતમાં અચાનક એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેના કારણે આખી જિંદગી પછતાવાનો વારો આવે છે તો ક્યારેક બાળકોમાં એવી રમતા રમતા એવી દુખદ ઘટનાનો ભોગ બની જાય છે જેના કારણે માતા-પિતાના માથે આભ તૂટી પડે છે.

આવો જ એક કિસ્સો મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા મોસીન હારૂન કુરેશીની છ વર્ષની દીકરી માહીનુર સાથે બન્યો છે. જેના માથે ટીવી પડતા છ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા મોસીન હારૂન કુરેશીની છ વર્ષની દીકરી માહીનુર પોતાના ઘરે રમતી હતી.

Morbi: 6 year old girl dies after TV falls while playing

ત્યારે રમતા-રમતા અચાનક છ વર્ષની બાળકીના માથા પર ટીવી પડતા બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી. જેને સારવાર માટે મોરબી બાદ રાજકોટ અને અમદાવાદ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે. જે બનાવ મામલે જાણ થતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નોંધી કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

મોરબીમાં ટીવી માથે પડતા બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી જેથી પિતા હારૂન કુરેશીએ દીકરીની સારવાર મોરબી બાદ રાજકોટમાં કરાવી હતી. પરંતુ દીકરી સ્વસ્થ ન થતા તેઓ તેને લઇ અમદાવાદ આવ્યા હતા પરંતુ અમદાવાદમાં સારવાર દરમિયાન છ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું.

જાેકે છ વર્ષીય માહીનુર બાળકી ઘરમાં રમતી હતી તે દરમિયાન કયા કારણોસર ટીવી પડી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ હાલમાં તો બાળકીના મોત બાદ પરિવારજનો શોકગ્રસ્ત થયા છે અને આ સમગ્ર બનાવ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers