Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

લીંબુનો ભાવ ૧૦૦-૧૨૦ રૂપિયા કિલો:ભર ઉનાળે આસમાને પહોંચશે

અમદાવાદ, રાજયમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે અને ત્યારે જ લીંબુના ભાવે સદી ફટકારી છે. રાજકોટના જ્યુબેલી રિટેઇલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ ૧૦૦થી ૧૨૦ રૂપિયા છે. હજુ થોડાં સમય પહેલાં જ લીંબુ ૪૦ રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા.

ત્યારે ૧૦૦ રૂપિયાએ ભાવ પહોંચતા લોકોને વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે. ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે.

price of lemon rised before summer

લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે. પરંતુ આ વર્ષે લીંબુયુક્ત ઠંડા પીણાંનો આગ્રહ મોંઘો પડશે તેમ લાગી રહ્યું છે. કારણ કે, ઉનાળાના પ્રારંભે સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી થતા એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. લીંબુના વેપારીઓનું કહેવું છે કે, હાલ અજય લીંબુના ભાવ વધ્યા છે.

કારણ કે, લીંબુની આવક સામે માગ વધી રહી છે. તેને કારણે ભાવ વધારો થયો છે. રાજકોટમાં શિયાળામાં દરરોજ ૭૦૦ કિલો લીંબુ વેચાતા હતા અને હવે ઉનાળામાં તે વધીને ૧૦૦૦થી ૧૨૦૦ કિલો સુધી માગ પહોંચશે. કાળઝાળ ગરમી વચ્ચે ડી હાઇડ્રેશનથી બચવા માટે લોકો લીંબુ શરબત તેમજ લીંબુ સોડાનો મહત્તમ ઉપયોગ કરતા હોય છે.

તેથી જ ઉનાળા દરમિયાન લીંબુની માગ પણ મોટા પ્રમાણમાં વધતી હોય છે. બીજી તરફ, લીંબુની આવકમાં પણ મોટો ઘટાડો થતો હોય છે. તેથી લીંબુના ભાવ આસમાને પહોંચતા હોય છે. આ બધાની વચ્ચે ગૃહિણીઓની સ્થિતિ કફોડી બનતી હોય છે. કારણ કે, લીંબુ દરેક શાકમાં જરૂરી હોય છે. ત્યારે ઉનાળામાં ગૃહિણીઓ પણ મોંઘા ભાવના લીંબુ ખરીદવા મજબૂર બનતા હોય છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers