Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દીપિકા Ranveer Singh નહીં પણ Bhansali સાથે લગ્ન કરવા માંગતી હતી?

મુંબઈ, બોલિવુડ એવી જગ્યા છે, જ્યાં સામાન્ય લોકોના કાન હંમેશા રહેતા હોય છે. એક્ટર-એક્ટ્રેસની વાતો, અફેર, રિલેશનશિપ સ્ટેટ્‌સથી માંડીને લગ્ન સુધીની અનેક ગોસિપો સોશિયલ મીડિયામાં અથવા રિપોર્ટમાં સામે આવતી હોય છે. ત્યારે હાલમાં જ આથિયા શેટ્ટી અને કે.એલ.રાહુલ તથા કિઆરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન થયા છે. પરંતુ હાલ દીપિકા પાદૂકોણની ચર્ચા ચારેકોર થઈ રહી છે.

Deepika wanted to marry Bhansali and not Ranveer Singh?

મહત્વનું છે કે, દીપિકા પાદૂકોણે ૨૦૧૮માં નવેમ્બર મહિનામાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહ સાથે કર્યા હતા.હાલમાં દીપિકાની ફિલ્મ પઠાણ બ્લોક બ્લાસ્ટ સાબિત થઈ છે. ત્યારે દીપિકા અને સંજય લીલા ભણસાલી અંગેની વાત હાલ ચર્ચામાં છે.

વાત એમ છે કે, દીપિકા પાદૂકોણનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બિગબોસ ૧૧માં દીપિકા જ્યારે પ્રમોશન કરવા ગઈ હતી ત્યારનો આ વીડિયો છે. બિગબોસ ૧૧ દીપિકાને સલમાન ખાને પ્રશ્ન કર્યો હતો કે, તે કોની સાથે ડેટ પર જવાનું પસંદ કરશે અને કોની સાથે લગ્ન કરવાનું પસંદ કરશે.

ત્યારે આ પ્રશ્નના જવાબમાં Deepika Padukoneએ જવાબ આપ્યો હતો કે, તે Ranveersingh સાથે ડેટ પર જવાનું પસંદ કરશે અને ડિરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે લગ્ન કરવાનું પસંદ કરશે. દીપિકાનો આ જવાબ સાંભળીને મજાક મજાકમાં Salman Khan કહ્યુ હતુ કે, જાે તારા સંજય લીલા ભણસાલી સાથે લગ્ન થશે તો લાંબુ ટકશે નહીં. જાેકે, ૨૦૧૮ના નવેમ્બરમાં દીપિકા પાદૂકોણે રણવીરસિંહ સાથે લગ્ન કરી લીધા હતા.

દીપિકા પાદૂકોણે રણવીરસિંહ સાથે સંજ્ય લીલા ભણસાલીની પદ્માવત, રામલીલી અને બાજીરાવ મસ્તાનીમાં પણ કર્યું છે. એક્ટ્રેસ દીપિકા પાદૂકોણે છેલ્લા ઘણા વર્ષથી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસ તરીકે કામ કરી રહી છે. દીપિકાએ બોલિવુડમાં પોતાની એક્ટિંગની શરૂઆત ૨૦૦૬થી કરી હતી. ફરાહ ખાનના નિર્દેશનમાં બનેલી ઓમ શાંતિ ઓમમાં ફિલ્મમાં દીપિકાએ શાહરુખ ખાન સાથે કામ કર્યું હતુ.

આ બાદ દીપિકાએ અનેક યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. દીપિકા ફિલ્મો સાથે મેન્ટલ હેલ્થ અંગે પણ કામ કરી રહી છે. દીપિકા પાદૂકોણે પોતાના અનેક સેવાકિય પ્રવૃતિ પણ કરી રહી છે. SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers