Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

PCએ દીકરી Malti નો ચહેરો Instagram પર રિવિલ કર્યો

મુંબઈ, છેલ્લા કેટલાક દિવસોમાં બોલિવૂડની ડિવા અને પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાની દીકરી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

તેણે સતત ઘણીવાર પોતાની દીકરી સાથે નવી નવી તસવીરો શેર કરી છે. જાેકે આ તસવીરોમાં દીકરીનો ચહેરો સ્પષ્ટપણે જાેવા મળ્યો નહોતો. પરંતુ આજે રવિવારે પ્રિયંકા ચોપરાએ ઘણી નવી તસવીરો શેર કરી છે. આની સાથે જ ફેન્સ આતુરતાથી જેની રાહ જાેઈ રહ્યા હતા તેનો પણ અંત આવ્યો છે.

PC revealed daughter Malti’s face on Instagram

અત્યારે પ્રિયંકા ચોપરાની દીકરી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. થોડા સમય પહેલા એટલે કે રવિવારે સવારે પ્રિયંકા ચોપરાએ માલતીનો ચહેરો રિવિલ કરી દીધો છે. તેણે એક તસવીર ઈન્સ્ટા પર શેર કરી હતી. જેમાં તે પોતાની દીકરી સાથે સેલ્ફી લેતી નજરે પડી રહી છે. જ્યારે બીજી તસવીરમાં માલતીનો ચહેરો પ્રિયંકાએ છુપાવી દીધો છે. આના કેપ્શનમાં પ્રિયંકાએ ખાસ સંદેશો પાઠવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

રવિવારે સવારે પ્રિયંકાએ દીકરીની તસવીર શેર કરી. જેમાં તેણે લખ્યું હતું કે કેટલાક દિવસો આવા પણ. આના પરથી ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે અગાઉ પ્રિયંકા ચોપરાએ દીકરીનો ચહેરો છુપાવ્યો હતો.

હવે આજે રિવિલ કર્યો છે એટલે આ પ્રમાણેનું કેપ્શન લખી સંકેત આપી રહી છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ આ રવિવારે પોસ્ટ કરી એમા ફેન્સના સારા રિએક્શન જાેવા મળ્યા હતા.

ફેન્સે લખ્યું કે આ તમારા માટે સૌથી કિમતી દિવસ છે. આનંદનો અનુભવ કરો અને જ્યારે બીજા ફેને લખ્યું કે નિક જાેનસની બંને ફેવરિટ મહિલાઓ એક ફોટોમાં જાેવા મળી. નોંધનીય છે કે પ્રિયંકા ચોપરા અને સિંગર નિકસ જાેનસે ૨૦૧૮માં ૧ અને ૨ ડિસેમ્બરના દિવસે જાેધપુરમાં લગ્ન કર્યા હતા.

બંને એ દિલ્હી અને મુંબઈમાં એમ બે સ્થળે રિસેપ્શન આપ્યા હતા. પ્રિયંકાએ ગત વર્ષ ૨૦૨૨ની જાન્યુઆરીમાં સેરોગસી દ્વારા દીકરી માલતી મેરી ચોપરા જાેનાસને વેલકમ કરી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ પોતાની અપકમિંગ ફિલ્મ લવ અગેનનું ટ્રેલર રિલિઝ કર્યું છે. હાલ ફેન્સ વચ્ચે પણ આ ટ્રેલર ઘણું ચર્ચામાં રહ્યું છે તથા એક સારી ફિલ્મ હોવાની ચર્ચા પણ થઈ રહી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers