Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

TMKOC : મને મારા ટેલેન્ટ પર વિશ્વાસ છે-Nitish Bhaluni

મુંબઈ, ઈન્ડિયન ટેલિવિઝન પર લાંબા સમયથી ચાલી રહેલો શો TMKOC કેટલાક રિપ્લેસમેન્ટના કારણે સમાચારમાં છે. રાજ અનડકટ, જેણે થોડા મહિના પહેલા શો છોડ્યો હતો, તેને નિતિશ ભાલુનીએ રિપ્લેસ કર્યો છે.

TMKOC : I believe in my talent-Nitish Bhaluni

તે હવે ‘ટપ્પુ’નું પાત્ર ભજવતો જાેવા મળશે. એક્ટરે હાલમાં ટીવીને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં પોપ્યુલર શો સાથે જાેડાવા, દિલીપ જાેશી સાથે કામ કરવા અંગે અને શું તે જૂના ‘ટપ્પુ’ સાથે સરખામણી થાય તો તૈયાર છે કે તેમ તે વિશે વાત કરી હતી. આ સાથે જ્યારે તેને TMKOCની ઓફર મળી તો પરિવારનું રિએક્શન કેવું હતું તે પણ જણાવ્યું હતું.

મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જાેડાવાની તક મળી તે માટે ખુશ અને ઉત્સાહિત છું. મને ખબર છે કે, મારે આકરી મહેનત કરવી પડશે કારણ કે દર્શકોની મારા પ્રત્યેની અપેક્ષા વધારે જ છે. હું રાત-દિવસ કામ કરી રહ્યો છું અને મને ખબર છે કે તેઓ મારા પર પ્રેમ વરસાવશે. મને મારા ટેલેન્ટ પર વિશ્વાસ છે અને હું કોઈ કચાશ રાખવાનો નથી. આગામી ટ્રેક ઉત્સાહિત ક્ષણો, તેમજ ટિ્‌વસ્ટ અને ટર્ન્સથી ભરેલો રહેશે.

દર્શકોને મજા આવશે’, તેમ નિતિષે કહ્યું હતું. રાજ અનડકટ સાથે સરખામણી થવા પર તેણે કહ્યું હતું ‘મને લાગે છે કે, રાજે તે રીતે પાત્ર ભજવ્યું હતું, જે રીતે તે ભજવવા માગતો હતો. દરેક વ્યક્તિની વિચાર પ્રક્રિયા અલગ હોય છે અને તે તેમના વિચારો પ્રમાણે પાત્રને બાંધે છે. હું હવે ટપ્પુનું પાત્ર મારી સ્ટાઈલમાં અને જે રીતે ઈચ્છું છું તે રીતે ભજવીશ.

હું દર્શકોને મનોરંજન પૂરું પાડવાનો પૂરતો પ્રયાસ કરીશ અને તેમની પાસેથી એટલો જ પ્રેમ મેળવીશ. દિલીપ જાેશી સાથે કામ કરીને જાણે સપનું સાકાર થયું હોય તેમ નિતીષ ભાલુનીને લાગી રહ્યું છે. ‘દિલીપ જાેશી સાથે કામ કરીને સપનું સાકાર થયું છે. દિલીર સર લિવિંગ લેજન્ડ છે અને તેમની સાથે સ્ક્રીન શેર કરવી તે અદ્દભુત છે.

આ શોમાંથી હું ઘણું શીખી રહ્યો છું અને મને નથી લાગતું કે કોઈ બીજાે પ્રોજેક્ટ હાથમાં લીધો હોત તો તેમાથી પણ આટલું શીખી શકત. હું ખુશ છું’.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers