Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મુંબઈમાં Ankita Lokhande અને Vicky Jainનું નવું ઘર તૈયાર

મુંબઈ, ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે અને વિકી જૈને મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે. અંકિતા અને તેના પતિએ ઘરને સફેદ રંગના ટેક્સચરમાં શણગાર્યું છે. અંકિતા અને વિકીએ તેમના નવા ઘરની ઝલક પણ દેખાડી છે જે સંપૂર્ણપણે સફેદ રંગનું છે.

ઘરની અંદરનો દરેક ખૂણો સફેદ રંગનો છે. ટીવી શૉ પવિત્ર રિશ્તા ફેમ એક્ટ્રેસ અંકિતા લોખંડેએ પોતાના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે તારીખ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ના દિવસે લગ્ન કરી લીધા હતા. મુંબઈની એક હોટેલમાં અંકિતા લોખંડે અને વિકી જૈનનો ત્રિદિવસીય લગ્નપ્રસંગ યોજાયો હતો.

Ankita Lokhande and Vicky Jain’s new house in Mumbai ready

અંકિતા લોખંડે અને વિકી જૈને એકબીજાને ‘વરમાળા’ પહેરાવી હતી. જણાવી દઈએ કે વિકી જૈન બિઝનેસમેન છે, અંકિતા અને વિકી છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

અંકિતા લોખંડે અને તેનો પતિ વિકી જૈન રિયાલિટી શો સ્માર્ટ જાેડીના વિજેતા જાહેર થયા હતા. અંકિતા લોખંડેને તેની ટીવી સીરિયલો અને ફિલ્મોના કારણે સૌ ઓળખે છે પરંતુ તેના પતિ વિકી વિશે ખૂબ ઓછી માહિતી બહાર આવી છે. ‘સ્માર્ટ જાેડી’ શો પૂરો થયા પછી વિકીના ફેન બની ગયેલા લોકો તેના વિશે વધુ ને વધુ માહિતી પ્રાપ્ત કરવા માગે છે.

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના પતિ બિઝનેસમેન વિકી જૈને ઈકોનોમિક્સમાં ડિગ્રી મેળવી છે. તેણે સાવિત્રીબાઈ ફુલે પૂણે યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે અને બાદમાં દેશની ટોચની કોલેજાે પૈકીની એક જમનાલાલ બજાજ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી સ્મ્છ કર્યું છે.

વિકી લાકડામાંથી કોલસો બનાવવો, પિટ કોલ અને બિટ્યુમિનસ કોલસાના પારિવારિક બિઝનેસમાં જાેડાઈ ગયો હતો. રિપોર્ટ પ્રમાણે, કોલસાના ટ્રેડિંગ, સફાઈ, લોજિસ્ટિક, પાવરપ્લાન્ટ, રિયલ એસ્ટેટ અને ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા મહાવીર ઈન્સ્પાયર ગ્રુપનો મેનેજિંગ ડિરેક્ટર છે. આ ગ્રુપ બિલાસપુરનું છે. વિકી જૈન જાંજગીરમાં આવેલી કોલસાની વોશરીઝનો માલિક છે અને કિંમત આશરે ૧૦૦ કરોડ રૂપિયા છે. આ સિવાય વિકીના પરિવારનો બિઝનેસ રિયલ એસ્ટેટમાં પણ છે.

મહાવીર બિલ્ડર્સ એન્ડ પ્રમોટર્સ નામની તેમની રિયલ એસ્ટેટ ફર્મ છે. વિકીને સ્પોર્ટ્‌સનો ખૂબ શોખ છે અને તેના રસને લીધે જ કેટલીક સ્પોર્ટ્‌સ ટીમમાં રોકાણ કર્યું છે. બોક્સ ક્રિકેટ લીગની મુંબઈ ટાઈગર્સ ટીમનો તે સહ-માલિક છે. આ સ્પોર્ટ્‌સ રિયાલિટી એન્ટરટેઈનમેન્ટ શો ટીમ છે. આ પ્રકારે તેના તાર મનોરંજન ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા છે. વિકીને ટ્રાવેલિંગનો પણ ખૂબ શોખ છે.

નવા-નવા દેશોમાં ફરવું, ત્યાંની સંસ્કૃતિ અને લોકોને જાણવા તેને પસંદ છે. આટલા વર્ષોમાં પ્રાગ, નેધરલેન્ડ્‌સ, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ જેવા કેટલાય દેશોમાં વિકી ફરી આવ્યો છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers