Western Times News

Gujarati News

Web series : સંજય લીલા ભણસાલીની Heeramandiનો ફર્સ્ટ લૂક

Web series : First look of Sanjay Leela Bhansali’s Hiramandi

મુંબઈ, ફિલ્મ Gangubai Kathiyavadi બાદ હવે બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી વેબ સિરીઝની દુનિયામાં પગ મૂકવા જઈ રહ્યા છે. તેઓ પોતાના નિર્દેશનમાં હીરામંડી નામનો વેબ શો લઈને આવી રહ્યા છે. તેનો ફર્સ્ટ લૂક વીડિયો સામે આવ્યો છે, જેમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ અને શર્મિન સેગલ રોયલ લૂકમાં જાેવા મળી રહ્યા છે.

આ લૂકએ જ બધાને દીવાના બનાવી દીધા છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થવા લાગી છે. આ વીડિયોની શરૂઆતમાં સંજય લીલા ભણસાલીનું નામ દેખાય છે. આ પછી મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, શર્મિન સેગલ, રિચા ચઢ્ઢા અને છેલ્લે સોનાક્ષી સિંહાની ઝલક જાેવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

બધા પીળા આઉટફિટમાં રોયલ લૂકમાં જાેવા મળે છે. તેના પર એવું પણ લખવામાં આવ્યું છે કે તે ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થશે. કહેવાય છે કે, સંજય લીલા ભણસાલીના પિતા એક પ્રોડ્‌સુર હતા, પરંતુ કરિયરમાં સફળતા ન મળવાથી તેઓ દારૂના નશામાં ખરાબ રીતે ડૂબી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

તેમને પરિવારને સંભાળવાનું પણ ભાન નહોતું. આ દરમિયાન તેમની પત્ની એટલે કે સંજયની માતા લીલા ભણસાલીએ આખા ઘરની જવાબદારી ઊઠાવી હતી. તેઓ ગુજરાતી રંગમંચ પર પરફોર્મ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. એટલું જ નહીં તેઓએ લોકોના કપડાંને સિલાઈ કરીને પૈસા એકઠા કર્યા હતા. જેથી કરીને તેમના બાળકો સ્કૂલમાં ભણી શકે.

સંજયની માતા લીલા ભણસાલીએ પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેમના આ જ સંઘર્ષ અને મહેનતને સન્માન આપવાના હેતુથી સંજયે પોતાની માતાનું નામ પોતાની સાથે હંમેશા જાેડી દીધું. તેઓ સ્કૂલથી લઈને બીજી બધી જ જગ્યાએ પોતાનું પૂરુ નામ સંજય લીલા ભણસાલી લખે છે. સંજય લીલા ભણસાલી પૂણે સ્થિત એફટીઆઈઆઈમાં સ્ટડી કરીને મુંબઈ આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

એ સમયે વિધુ વિનોદ ચોપરા પરિન્દા નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. ભણસાલીની પ્રતિભાથી વિધુ વિનોદ ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેઓએ સંજયને પોતાના આસિસ્ટન્ટ બનાવી લીધા.

મીડિયા રિપોર્ટનું માનીએ તો ફિલ્મ પૂરી થયા પછી રિલીઝ થતા પહેલાં તમામ કામ કરનારાઓનું લિસ્ટ મગાવવામાં આવ્યું તો ભણસાલીએ પોતાનું નામ સંજય લીલા ભણસાલી લખાવ્યું હતું. ત્યારથી તેઓ આખી ઈન્ડસ્ટ્રીમાં આ જ નામથી ઓળખાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.