Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જાડેજાએ લિયોનની વિનંતી પર તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કર્યો

નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાના ઈન્સ્ટાગ્રામ પર ૫ મિલિયન ફોલોઅર્સ છે પરંતુ તે કોઈને પણ ફોલો નથી કરતા. પરંતુ રવિવારે ભારત દિલ્હી ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડી નાથન લિયોનને તેણે માત્ર ૨૪ કલાક માટે ફોલો કર્યો હતો. તેની જાણકારી જાડેજાએ પોતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા શેર કરી છે. ત્યારબાદ તમામના મનમાં બસ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, અંતે જાડેજાએ નાથમ લિયોનને ૨૪ કલાક માટે જ કેમ ફોલો કર્યો? તેની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે.

જાડેજા ઈન્સ્ટાગ્રામ પર કોઈને પણ ફોલો નથી કરતા તેણે માત્ર નાથમ લિયોનને ફોલો કર્યો હતો. તેની જાણકારી તેણે એક સ્ટોરી શેર કરીને આપી છે. જેમાં તેણે લખ્યું કે, મારો મિત્ર @nath.lyon૪૨૧ને મેં ૨૪ કલાક માટે ફોલો કર્યો છે. તેની સાથે જ તેણે કેટલાક સ્માઈલી ફેસના ઈમોજી લગાવ્યા છે. નાથન લિયોનને ફોલો કરવા પાછળ એક ખૂબ જ રસપ્રદ સ્ટોરી છે.

બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં નાથન લિયોને રવિન્દ્ર જાડેજાને કહ્યું હતું કે, તેં મને હજુ પણ ઈન્સ્ટાગ્રામ પર ફોલો નથી કર્યો, હું ક્યારનો રાહ જાેઈ રહ્યો છું. તુ કોઈને પણ ફોલો નથી કરતો, શું મને ફોલો કરીશ? જાડેજા અને નાથન વચ્ચે થયેલી વાત સ્ટંપ માઈકમાં સ્પષ્ટ સંભળાઈ રહી હતી. જેના કારણે જાડેજાએ હવે નાથનને ફોલો કર્યો છે. બીજી તરફ રવિવારે રમાયેલી ઇનિંગ્સની વાત કરીએ તો ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેણે અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટ મેચમાં કુલ ૧૭ વિકેટ ઝડપી હતી ત્યારબાદ તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers