Western Times News

Gujarati News

ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની અફવાથી લખનૌમાં ઈમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી,  નવી દિલ્હીથી દેવગઢ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોંબ હોવાની સૂચના મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટિ સહિત સુરક્ષા કર્મચારીઓ સતર્ક થઈ ગયા છે. આ દરમિયાન બોમ્બ હોવાની સૂચના મળ્યા બાદ આ ફ્લાઈટનું ઈમરજન્સી લખનૌમાં લેન્ડીંગ કરવામાં આવ્યું છે. ફ્લાઈટનાં પેસેન્જરોની સુરક્ષાને ધ્યાને રાખી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે.

દરમિયાન ઈન્ડિગોના જણાવ્યા અનુસાર દિલ્હીથી દેવગઢ જઈ રહેલી ફ્લાઈટમાં બોંબ હોવાની સૂચના મળ્યા બાદ હડકંપ મચ્યો છે. તમામ સુરક્ષાઓને ધ્યાને રાખી આ ફ્લઈટનું લખનૌ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાયું છે. ઈન્ડિગોએ માહિતી આપી છે કે, દિલ્હીથી દેવગઢ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ ૬ઈ ૬૧૯૧માં બોંબ હોવાની ધમકી મળ્યા બાદ ફ્લાઈટને લખનૌ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર તમામ જરૂરી સુરક્ષા બાબતોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે અને વિમાનને ટેકઓફ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. ફ્લાઈટની તપાસ પણ કરવામાં આવી રહી છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ નિયમોનું પાલન થઈ રહ્યું છે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.