Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અદાણી, અંબાણી કે ટાટા, બિરલાથી પણ મારો સમય કિંમતી : રામદેવ

File

નવી દિલ્હી, યોગગુરુ બાબા રામદેવ અનેકવાર ચર્ચામાં છવાયેલા રહે છે. આ વખતે તેમણે દેશના ધનિકોના નામ લઈને ચર્ચા જગાવી છે. બાબા રામદેવે કહ્યું કે મારો સમય તો અદાણી, અંબાણી કે ટાટા, બિરલાથી પણ કિંમતી છે. કોર્પોરેટ્‌સ તેમના ૯૯ ટકા સમયનો ઉપયોગ પોતાના હિત માટે કરે છે, જાેકે એક સંતનો સમય સૌની ભલાઈ માટે હોય છે.
એક સમારોહમાં યોગગુરુ રામદેવે કહ્યું હરિદ્વારથી આવીને મારું અહીં ત્રણ દિવસ રોકાવું અંબાણી, અદાણી જેવા અબજપતિઓના સમયથી પણ વધારે મૂલ્યવાન હતું.

રામદેવ તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને સન્માનિત કરવા માટે આયોજિત એક સમારોહને સંબોધી રહ્યા હતા જેમાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને કેન્દ્રીયમંત્રી શ્રીપદ નાઈક પણ હાજર હતા. તેમણે પતંજલિને પુનઃજીવિત કરી તેને આ નાણાકીય વર્ષ દરમિયાન ૪૦ હજાર કરોડ રુપિયાની ટર્નઓવર કરતી કંપની બનાવવા માટે આચાર્ય બાલકૃષ્ણની પ્રશંસા કરી હતી.SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers