Western Times News

Gujarati News

ટ્રાઈ તથા બ્રોડકાસ્ટરનો ચેનલમાં અસહ્ય ભાવ વધારો, કેબલ ઓપરેટર ને ઘરે બેસવાનો વારો

અમદાવાદ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) ના નવા ટેરિફ ઓર્ડર માં છટક બારી શોધી અસહ્ય ભાવ વધારો કરી ને ચેનલ નું પ્રસારણ અટકાવી દેતા મનોરંજન પ્રેમી જનતા હાલાકી ભોગવી રહી છે અને આ અચાનક લીધેલા ર્નિણય ની કોઈ પણ ઓપરેટર ને જાણ કર્યા વગર બંધ કરી દેતા કેબલ ઓપરેટર માં રોષ ફાટી નીકળ્યો છે. કેબલ ઓપરેટર એસોશિએશન ઓફ ગુજરાતના પ્રમુખ પ્રમોદ પંડ્યા, મનીષ શાહ, કેતન શાહ, વાસુદેવ પટેલ પરિમલ પટેલ, પ્રમોદ દોહરા એ આ વિષય પર માહિતી આપી હતી.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) નો મુખ્ય હેતુ ગ્રાહક ને સસ્તું અને સુંદર કેવી રીતે મળે એ જાેવાનું હોય છે પણ જ્યાર થી કેબલ ઇંડસ્ટ્રી માં રસ લીધો છે ત્યાર થી દરેક એ દરેક ટેરિફ ઓર્ડર પછી અસહ્ય ભાવ વધારો થઈ રહ્યો છે અને મનોરંજન ઓછું થઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે એક પરિવાર ૨૫૦ રૂપિયા કે એ થી પણ ઓછા રૂપિયા માં આખો પરિવાર મનોરંજન મેળવતો હતો આજે એક સામાન્ય પરિવાર આ સસ્તું મનોરંજન થી વંચિત થઈ રહ્યો છે.

કેબલ ઓપરેટર અસોશિએશન ઓફ ગુજરાત ના પ્રમુખ શ્રી પ્રમોદ પંડ્યા એ અવાર નવાર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) તથા ઇન્ફોર્મેશન શ્ટ્ઠદ્બॅ; બ્રોસ્ટિંગ મિનિસ્ટ્રી સમક્ષ રજુવાત છતાય કોઈ પણ નક્કર પગલાં ના લેવાતા કેબલ ઓપરેટર તથા મનોરંજન પ્રેમી જનતા મુશ્કેલી માં મુકાયાં છે. ઓં, ટી. ટી. (ઓવર ધ ટોપ) દ્વારા જ્યારે ચોથા ભાગ ના ભાવે ચેનલ દર્શવામાં આવે છે એ જ ચેનલ ની અહિયાં (કેબલ ટીવી) પૂરી કિંમમત વસૂલવામાં આવે છે.

અવાર નવાર આ તરફ ધ્યાન દોરવા છતાં ટ્રાઈ અને આઇ શ્ટ્ઠદ્બॅ; બી મિનિસ્ટ્રી એ આ દિશા માં અકળવનારું મૌન ધારણ કરી ને બેઠા છે. ઓ.ટી. ટી. ને કોઈ પણ રેગ્યુલેશન માં લાવવામાં આવતું નથી. આ પરિસ્થિતી નું અધ્યયન કરતાં એવું દેખાય છે કે અમુક ચોક્ક્‌સ ઉદ્યોગપતિ ઓ ને ફાયદો પહોચડવા માટે થઈ રહ્યું છે. ૨૦૧૯ માં ટેરિફ ઓર્ડર ૧ લાગુ થયો એ સમયે દેશભર માં લગભગ ૧૫ લાખ થી વધુ કેબલ ઓપરેટર સક્રિય હતા આજે એમાં થી ૬ લાખ થી વધુ ઓપરેટર આ ધંધો છોડી ને જતાં રહ્યા છે. જાે હજુ કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો આ સમગ્ર કેબલ ઇંડસ્ટ્રી સાફ થઈ જશે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.