Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જૂની અદાવતમાં જેલમાંથી છૂટેલા યુવક પર ફાયરીંગ

Files Photo

લીલિયામાં જેલમાંથી છૂટેલા યુવાન પર ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ

અમરેલી, અમરેલી જીલ્લામાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે આવારા તત્ત્વ્‌ બેકાબુ બન્યા છે. સમયાંત્તરે મારામારી, અપહરણ, ખંડણી, અપહરણ, ખંડણી વ્યાજખોરી, સહિતના બનાવો પોલીસમાં નોંધાતા હોય છે. ત્યારે બે દિવસ પહેલાં દારૂના કેસમાં જેલમાંથી બહાર આવેલા યુવાન પર ત્રણ શખ્સોએે ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરી ફરાર થઈગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે લીલીયામાં રહેતો કિશન સુરેશભાઈ દવે નામનો શખ્સ બે દિવસ પહેલાં દારૂના કેસમા જેલમાંથી જામીન પર છૂટ્યો હતો. અને રાત્રીના સમયે ઘર પાસે બેઠો હતો ત્યારે રણજીત જેતુ ધાંધલ નામના શખ્સનો ફોન આવ્યો હતો અને બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.

બાદમાં રણજીત ધાંધલ તથા સમીર અલારખ સમા અને એક અજાણ્યો શખ્સ બે બાઈકમાં ધસી આવ્યા હતા. અને કિશન દવેએ તું જેલમાં મારા વિશે કેમ ખરાબ બોલતો હતો એમ કહીને ઝઘડો કર્યો હતો.

અને કિશન દવેેેેેે પર રણજીત ધાંધલે પિસ્તોલમાંથી બે ફાયરીંગ કરતા પગમાં ગાળી વાગી હતી એને સમીર સમા છરીથી હુમલો કર્યો હતો. અને ત્રણેય ફરાર થઈ ગયા હતા. અને ઘવાયેલા કિશન દવેનેેે હોસ્પીટલમાં ખસેડાયો હતો.

આ મામલે પોલીસેે કિશન દવેેની ફરીયાદ પરથી રણજીત ધાંધલ, સમીર સમા અને એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers