Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પોલીસની રહેમ નજર હેઠળ ડિજીટલ જુગારધામ ચાલતા હોવાનો પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ

ઉપલેટા-ધોરાજીમાં જાહેરમાં ધમધમતા ડીજીટલ જુગાર (Digital Gambling)ની હાટડીઓ

રાજકોટ, ઉપલેટા-ધોરાજીની મુખ્ય બજારમાં ઠેરઠેર જાહેરમાં ડીજીટલ જુગારની હાટડીઓ ધમધમી રહી હોવાના બે વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસની મીઠી નજર હેઠળ જુગાર ધામ ચાલતા હોવાનો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ (Lalit Vasoya) ગંભીર આક્ષેપ કર્યો હતો.

જાણવા મળતી માહિતી અનુસાર ધોરાજી- ઉપલેટાની (Dhoraji Upleta Gujarat) મુખ્ય બજારમાં ડીજીટલ જુગારની હાટડીઓ ધમધમી રહ્યા હોવાના વિડીયો વાયરલ થયા છે.

જેમાં કોમ્પ્યુટર મોબાઈલના આધારે વરલી ફીચરના આંકડા હાજર વરલી માફક કોમ્પ્યુટર પર ઓનલાઈન રમતા હોય અને મોટી રકમના દાવ લગાવતા હોય એવું જણાયુ હોય આ વિસ્તારો પોલીસ સ્ટેશનની નજીક આવેલા હોવાનું વિડીયોમાં નજરે પડે છે. છતાં પોલીસનો કોઈ જ ડર ન રહ્યો હોય,

આ મામલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે આ જુગાર ધામ ઘણા સમયથી ચાલી રહ્યુ છે. સ્થાનિક પોલીસ અને ઉચ્ચ કક્ષાએ રજુેઆત કરી હોવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી.

પોલીસની મીઠી નજર હેઠળ જ જુગારધામ ચાલતુ હોવાનું અને પોલીસ દ્વારા હપ્તો લેવાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સાથે ધાાસભ્યએ ડીજીટલ જુગાર ધામને તાત્કાલિક ધોરણે બંધ કરાવવા અને સમાજમાં દુષણ ફેલાવતા આવા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers