Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શિવ ઠાકરેએ નિમ્રિત વિશે ખુલાસો કર્યો, શું શિવ ઠાકરે નિમ્રિતના પ્રેમમાં માત્ર મિત્રતા છે?

મુંબઈ, Bigg boss season 16 નો અંત આવી ગયો છે અને Rapper Mc Stan ટ્રોફી પોતાના નામે કરી ચૂક્યો છે. સ્ટેન ટ્રોફી જીતી જતા મંડળીના સભ્યો સાતમા આસમાને છે. શિવ ઠાકરે પણ બીજા ક્રમાંકે આવતા ઘણાં ખુશ છે.

શિવ ઠાકરેને આમ પણ ટ્રોફીનો મજબૂત દાવેદાર માનવામાં આવતો હતો. ઘણાં લોકો તેને જ અસલ વિજેતા માને છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, શિવ ઠાકરે હવે KKK-13માં જાેવા મળશે. આ સિવાય એક ફિલ્મ ઓફર થઈ હોવાની પણ જાણકારી મળી છે.

તાજેતરમાં જ શિવ ઠાકરે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યો હતો. તેણે અહીં અનેક વાતોનો ખુલાસો આપ્યો હતો. તેણે પોતાની બિગ બોસની જર્નીથી લઈને નિમ્રિત કૌર આહલુવાલિયા સાથેના પોતાના બોન્ડ પર પણ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે બિગ બોસના ઘરમાં શિવ અને નિમૃતની જાેડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

ફેન્સે તો તેમને શિવ્રિત નામ પણ આપી દીધું છે. એક વાતચીત દરમિયાન શિવ ઠાકરેએ જણાવ્યું કે, રોમાન્ટિક કહી દેવાથી થઈ નથી જવાતું. આના માટે દિલમાં ઘંટડી વાગવી જાેઈએ. અને અમે તો અલગ જ પ્રકારની ઘંટડી વગાડીએ છીએ. ક્યારેક ટપલી મારીએ છીએ, ક્યારેક એકબીજાને ચીડવીએ છીએ. અમારો અલગ જ બૉન્ડ છે. મારો અને નિમૃતનો મિત્રતા વાળો બોન્ડ છે.

અમે ભાવનાત્મક રીતે એકબીજા સાથે ઘણી વાતો શેર કરી છે. જ્યારે મારી આંખમાં ઈજા થઈ હતી ત્યારે નિમૃતે મારું ખૂબ ધ્યાન રાખ્યુ હતું. માટે અમારી વચ્ચે બોન્ડ તો છે, પણ પેલું ગિટાર વાગે તે પ્રકારની સ્થિતિ નથી. જાે રોમાન્ટિક બોન્ડ હોત તો તે એક બાજુ અને આખી દુનિયા એક બાજુ. પછી હું તેના માટે જે કરતો.

ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન શિવે ફેન્સને જણાવ્યું કે તેને એક મોટા પ્રોજેક્ટની ઓફર મળી છે અને મીટિંગ પણ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ ફિલ્મનો છે અને તેમાં બોલિવૂડના મોટા નામ સંકળાયેલા છે. શિવને આમ પણ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા હતી.

સાજિદ ખાન સાથેની મિત્રતા પર શિવે કહ્યું કે, તે ઘણાં સારા માણસ છે, માટે મેં તમની સાથે દોસ્તી કરી હતી. જાે મારામાં આવડત નહીં હોય તો કોઈ પણ ડાઈરેક્ટર પછી ભલે તે મિત્ર કેમ ના હોય મને લોન્ચ નહીં કરે. જાે મારામાં ટેલેન્ટ ના હોય તો કોઈ પણ વ્યક્તિ મારી પાછળ પૈસા કેમ વેડફે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers