Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Kriti Sanonની જોડી ચાર એક્ટર સાથે રહી સુપરહિટ

મુંબઈ, શેહઝાદા ફિલ્મ રિલિઝ થઈ એ પહેલાથી જ ટ્રેન્ડિંગ ટોપિક તરીકે હતી. જાેકે ત્યારપછી હવે સિનેમાઘરોમાં તે જાેઈએ એવો જાદૂ પ્રસરાવી શકી નથી. એટલું જ નહીં હવે ફિલ્મ ફ્લોપ થઈ છે તો લોકો અભિનેતા અને અભિનેત્રીને પણ ટ્રોલ કરી રહ્યા છે.

કૃતિ સેનનને KRKએ પણ ટ્રોલ કરી હતી. જાેકે કૃતિ સેનનની વાત કરીએ તો તેણે ચાર એવા સ્ટાર્સ સાથે પણ ફિલ્મો કરી છે કે જેણે રેકોર્ડબ્રેક કમાણી કરી હોય. ચલો તો આપણે આ ટ્રોલ વચ્ચે તેણે કરેલી એ ફિલ્મો અને કોની સાથે કરી એના વિશે માહિતી મેળવીએ.

જાેકે આની સાથે ફ્લોપ ફિલ્મોનો પણ અલગ સંયોગ જાેવા મળ્યો છે. ચલો વિગતવાર સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ. બીજાે સંયોગ એ છે કે કૃતિ સેનને જે એક્ટર સાથે પહેલી ફિલ્મ હિટ કરી હોય એની સાથેની બીજી ફિલ્મ મોટાભાગની ફ્લોપ રહી છે. અક્ષય, કાર્તિક આર્યન, વરુણ ધવન ઘણા એક્ટર સાથેની તેની પહેલી ફિલ્મ હિટ રહી હતી. પરંતુ બીજી ફિલ્મ ફ્લોપ અથવા એવરેજ રહી છે.

૨૦૧૪મા રિલિઝ થયેલી કૃતિ સેનનની ફિલ્મ હિરોપંતિ સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં તેણે ટાઈગર શ્રોફ સાથે સ્ક્રિન શેર કરી હતી. આ ટાઈગરની ડેબ્યૂ ફિલ્મ હતી. ઉલ્લેખનીય છે કે ફેન્સને આ મૂવી પસંદ આવી હતી. એટલું જ નહીં બોક્સ ઓફિસ પર પણ તેણે ૫૨.૯૨ કરોડની કમાણી કરી હતી.

જેથી આને એક હિટ ફિલ્મની કેટેગરીમાં ગણવામાં આવે છે. જાેકે ટાઈગર સાથે જ કૃતિ સેનનની બીજી ફિલ્મ ગણપત આ વર્ષે રિલિઝ થઈ શકે છે. હવે તે હિટ રહેશે કે નહીં એ જાેવાજેવું રહ્યું. કૃતિ સેનનને વરુણ ધવન સાથે પહેલી ફિલ્મ ૨૦૧૫માં કરી હતી.

આ ફિલ્મનું નામ દિલવાલે હતું. જેમાં શાહરુખ ખાન અને કાજાેલની જાેડીએ પણ ધૂમ મચાવી હતી. આ ફિલ્મ પણ સારી હિટ રહી હતી. જેણે લગભગ ૧૪૮ કરોડની કમાણી કરી હતી. જ્યારે વરુણ સાથે જ તેની બીજી ફિલ્મ ભેડિયા આવી હતી. જેણે એવરેજ પ્રદર્શન કર્યું હતું.

આની કમાણી આશરે ૬૬ કરોડ આસપાસ રહી હતી. કૃતિ સેનન અને કાર્તિક આર્યનની પહેલી ફિલ્મ ૨૦૧૯માં આવી હતી. તેનું નામ લુકા છુપી હતું. જે હિટ રહી હતી.

આ ફિલ્મે લગભગ ૯૪ કરોડની કમાણી કરી હતી. જાેકે કાર્તિક સાથેની બીજી ફિલ્મ શેહઝાદા તેણે કરી હતી જે અત્યારે બોક્સ ઓફિસમાં ધીમી ગતિએ આગળ વધી રહી છે. તથા ફ્લોપ ફિલ્મોની કેટેગરીમાં પણ સામેલ થઈ શકે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

કૃતિ સેનને અક્ષય કુમાર સાથે સ્ક્રિન શેર હાઉસફુલ ૪થી કરી હતી. જે ૨૦૧૯માં રિલિઝ થઈ હતી. તે પણ હિટ રહી હતી. તથા ફિલ્મનું કલેક્શન ૧૯૪.૬૦ કરોડ રૂપિયા સુધીનું રહ્યું હતું. જાેકે અક્ષય કુમાર સાથેની તેની બીજી ફિલ્મ બચ્ચન પાંડે આવી હતી. જે બોક્સ ઓફિસમાં કઈ ખાસ કરી શકી નહોતી. તેણે ૪૯ કરોડની કમાણી કરી હતી અને ફ્લોપ સાબિત થઈ હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers