Western Times News

Gujarati News

Marengo:સ્ટ્રોક એમ્બ્યુલન્સ કટોકટીના સંજોગોમાં 15 મિનિટમાં દર્દી સુધી પહોંચી જાય છે

Marengo CIMS Hospital ગુજરાતમાં પહેલી વાર સ્ટ્રોકોલોજિસ્ટ પ્રોગ્રામ શરૂ કર્યો; આ પ્રોગ્રામમા ડૉક્ટર્સના સમુદાયમાં સ્ટ્રોકની મહત્તમ અને અસરકારક સારવાર આપવા 45 ક્લિનિકલ ફિઝિશિયન્સ સાથે જાણકારી આપવાની પહેલ કરી

  • મરેંગો  સિમ્સનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં સ્ટ્રોક વિશે જાગૃતિ વધારીને વિકલાંગતા અને મૃત્યુઆંક ઘટાડવા 5000 ડૉક્ટરને તાલીમ આપવાનો છે.

Ahmedabad: જીવલેણ બની શકે એવી ત્રણ સૌથી મોટી બિમારીઓ પૈકીની એક બિમારી છે – ‘સ્ટ્રોક.’ એક અંદાજ મુજબ, ગુજરાતમાં દરરોજ સ્ટ્રોકના આશરે 600 નવા કેસ જોવા મળે છે. ભારતમાં દર વર્ષે સ્ટ્રોકના અંદાજે 15 લાખ કેસો નોંધાય છે, જેમાંથી ગુજરાત મોટી સંખ્યામાં દર્દીઓ ધરાવે છે.

જ્યારે જંક ફૂડ, આલ્કોહોલ અને ધુમ્રપાનનું અતિ સેવન કરતાં પુરુષોને સ્ટ્રોકનું વધારે જોખમ છે, ત્યારે મેનોપોઝ (રજોનિવૃત્તિકાળ) પછી મહિલાઓમાં સ્ટ્રોકનું જોખમ વધે છે. સ્ટ્રોક માટે મેદસ્વીપણું, ડાયાબીટિસ, હાયપરટેન્શન, અતિશય જંક ફૂડનું સેવન, આલ્કોહોલનું વધારે સેવન અને ધુમ્રપાન પણ જવાબદાર પરિબળો છે. ભારતમાં સ્ટ્રોકના આશરે 15 ટકા દર્દીઓ 40 વર્ષથી ઓછી વય ધરાવતા યુવાનો છે.

‘યોગ્ય સારવાર માટે ઉચિત સમયે શ્રેષ્ઠ હોસ્પિટલમાં પહોંચવું’ એ અલગ અને સારામાં સારું પરિણામ મેળવવા માટે મહત્વપૂર્ણ ઘટક છે, જેને અનુસરીને કોઈ પણ વ્યક્તિ સારું પરિણામ હાંસલ કરી શકે છે. સ્ટ્રોકના કારણે મૃત્યુઆંકમાં વધારો થવાની સાથે અને સ્ટ્રોકના કેસમાં તાત્કાલિક સારવાર વિશે ઓછી જાણકારીના અભાવે હેલ્થકેર ઉદ્યોગ મૃત્યુ કે વિકલાંગતા ટાળી શકે એવા ‘ગોલ્ડન અવર’માં સમયસર સારવાર શરૂ ન થવાથી લોકોના વધુને વધુ મૃત્યુ થતાં જોઈ રહ્યો છે.

નેટવર્કને વધારવા અને નર્સિંગ હોમ્સ તથા સપોર્ટ સ્ટાફને સક્રિય કરવા મરેંગો સિમ્સ હોસ્પિટલે સ્ટ્રોકોલોજિસ્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેમાં ફિઝિશિયન્સ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ્સ (ગંભીર કેસમાં સારવાર આપતા નિષ્ણાતો), આઇસીયુ અને ઇઆર ડૉક્ટર્સને તાલીમ આપવામાં આવશે તથા તેમને સ્ટ્રોકના દર્દી તેમની સારવાર શરૂ કરવામાં સમયસર નિદાન અને સારવાર માટેની કુશળતા સાથે સક્ષમ બનાવવામાં આવશે. આ પ્રોગ્રામનું નેતૃત્વ મરેંગો  સિમ્સ હોસ્પિટલના એચઓડી સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ ડૉ. મુકેશ શર્મા કરી રહ્યાં છે.

Marengo CIMS Hospital એની નૈદાનિક ઉત્કૃષ્ટતા અને આંતરરાષ્ટ્રીય અનુભવ માટે જાણીતી છે. ન્યૂરોસાયન્સિસમાં સારી જાણકારી ધરાવતી ટીમ સાથે હોસ્પિટલ શ્રેષ્ઠ ન્યૂરો ફિઝિશિયન્સ, શ્રેષ્ઠ ન્યૂરોસર્જન્સ અને શ્રેષ્ઠ ન્યૂરોરેડિયોલોજિસ્ટક્સ, એક શ્રેષ્ઠ ન્યૂરો કેથ લેબ અને સંપૂર્ણ સુવિધા સાથે સજ્જ સ્ટ્રોક એમ્બ્યુલન્સ ધરાવે છે,

જેથી ફક્ત 15 મિનિટમાં દર્દી સુધી પહોંચીને સારવાર શરૂ કરી શકાય છે. મરેંગો  સિમ્સ હોસ્પિટલનો મંત્ર છે – ‘અમે સ્ટ્રોકના કેસમાં સૌથી શ્રેષ્ઠ સારવાર કરીએ છીએ અને સારસંભાળ આપીએ છીએ.’ સંવર્ધિત જાણકારીની દ્રષ્ટિએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેનો લાભ લેવા તાલીમબદ્ધ 45 ડૉક્ટર અને નર્સિંગ હોમની સહભાગીદારી સાથે ડૉક્ટર્સ અને સપોર્ટ સ્ટાફ વધુ લોકોના જીવન બચાવવા દર્દીઓની સારવારમાં કુશળતા વધારવા જાણકારીનો ઉપયોગ કરશે.

મરેંગો  સિમ્સમાં ન્યૂરોસાયન્સિસની ટીમને વિવિધ બેચમાં તાલીમ આપવામાં આવશે તથા ડૉક્ટર્સ અને નર્સોને પ્રમાણિત કરવામાં આવશે તથા અતિ ટૂંકા ગાળામાં સમગ્ર દેશમાં ડૉક્ટર્સ સ્ટરોકના દર્દીઓમાં વિકલાંગતા અને મૃત્યુમાં મહત્વપૂર્ણ ઘટાડા વિશે ચર્ચા કરશે.

ડૉક્ટર્સને જાણકારી આપવા અને તેમને ગંભીર સ્થિતિમાં ઝડપથી, સચોટ સારવાર શરૂ કરવા ટૂલ સાથે સક્ષમ બનાવવામાં ટેકનોલોજી ચાવીરૂપ ભૂમિકા ભજવશે. નેટવર્કમાં સામેલ ડૉક્ટર્સ આ પ્રોગ્રામ દ્વારા પ્રમાણિત કોઈ પણ ડૉક્ટર પાસે આવતા દરેક દર્દી માટે કનેક્ટર્સ બનશે, જેથી વધુને વધુ લોકોનું જીવન બચાવવા વધારે અને અસરકારક ટેકો મળશે.

મરેંગો સિમ્સ હોસ્પિટલના ન્યૂરોલોજીના ડિરેક્ટર અને સ્ટ્રોક પ્રોગ્રામના હેડ ડૉ. મુકેશ શર્માએ કહ્યું કે, “સામાન્ય રીતે એવી માન્યતા છે કે, સ્ટ્રોક વધારે વય ધરાવતી અને વયોવૃદ્ધ વ્યક્તિઓમાં આવે છે. એનાથી વિપરીત અત્યારે સ્ટ્રોક યુવા પેઢીને વધુને વધુ અસર કરી રહ્યો છે.

જો સ્ટ્રોકમાં નિર્ધારિત સમયમાં દર્દી તબીબી કેન્દ્રમાં વિલંબથી પહોંચે, તો અકાળે તેનું અવસાન થાય છે. આ પહેલનો ઉદ્દેશ ગોલ્ડન અવરની અંદર દર્દીઓને થ્રોમ્બોલાઇઝ કરવા ડૉક્ટર્સને જાણકારી આપવાનો અને તેમાં તેમને કુશળતા પ્રદાન કરવાનો છે.

એનાથી ડૉક્ટર્સ સ્ટ્રોકના દર્દીઓની સારવાર કરવા કુશળ વ્યવસાયિકતા સાથે સજ્જ તબીબી વ્યવસાયિકો તરીકે પ્રમાણિત થવાની સાથે તેમની દર્દીની સ્થિતિનું સાચું આકલન કરવાની અને એ મુજબ દવાઓ આપવાની ક્ષમતામાં વધારો થશે. અમે સ્ટ્રોકના દર્દીમાં વિકલાંગતા ટાળવવા અને દર્દીનું જીવન બચાવવા તાત્કાલિક તબીબી સારવાર માટે અદ્યતન ટેકનોલોજી સાથે દરેક પ્રાઇમરી સ્ટ્રોક સેન્ટરને સજ્જ કરવા હબ-એન્ડ-સ્પોક મોડલમાં સમગ્ર અમદાવાદમાં નર્સિંગ હોમ્સ સાથે નેટવર્ક ઊભું કર્યું છે.”

મરેંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડૉ. કેયૂર પરીખે જણાવ્યું કે, “હેલ્થકેર પ્રોવાઇડર તરીકે અમે વિવિધ સ્પેશિયાલિટીઝમાં જુદી જુદી પહેલો સાથે ઉદ્યોગમાં લીડર તરીકે બહાર આવવા મોટાં પગલાં ભર્યા છે. ન્યૂરોસાયન્સિસની દુનિયામાં અમારા પ્રદાનની નોંધ લેવાય એ દિવસો દૂર નથી.

અમારો ઉદ્દેશ ત્રણ વર્ષના ગાળામાં દેશમાં વિકલાંગતા અને મૃત્યુના આંકડાને ઘટાડવા દેશના તમામ વિસ્તારોમાં 5000 ડૉક્ટર્સને તાલીમ આપવાનો અને પ્રમાણિત કરવાનો છે. સ્ટ્રોકની સારવાર અને વ્યવસ્થાપનની આ પહેલમાં અમારી સાથે જોડાયેલા ડૉક્ટર્સ સમાજમાં લોકો વચ્ચે સારાં સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે અમારા ભાગીદારો બનશે.”

આ દરેક પ્રાઇમરી નેટવર્ક ધરાવતા સેન્ટરમાં અદ્યતન ટેકનોલોજી ડૉક્ટર્સને સિસ્ટમમાં ડેટા ડાઉનલોડ કરવામાં અને તેમને અહેવાલમાં જણાવેલી દર્દીની સ્થિતિને આધારે દર્દી માટે શ્રેષ્ઠ સારવાર આપવાની તૈયારી કરવામાં મદદરૂપ થશે.

આ ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફને ઝડપથી સારવાર શરૂ કરવા અને દર્દીની સ્થિતિ વધારે કથળતી અટકાવીને તબીબી સ્થિતિને વધારે નિયંત્રણમાં લેવા માટે સક્ષમ બનાવશે. જોકે જટિલ કેસોમાં વધારે સારવારની જરૂરિયાતમાં દર્દીને સંપૂર્ણ સારવાર સેન્ટરમાં સ્થિર સ્થિતિમાં ખસેડી શકાશે.

મરેંગો એશિયા હોસ્પિટલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ સીઇઓ ડૉ. રાજીવ સિંધલે કહ્યું હતું કે, “અમારા “પેશન્ટ ફર્સ્ટ એટલે કે દર્દીને પ્રાથમિકતા આપવાના” વિઝનમાં દરેક જીવન મહત્વપૂર્ણ છે, દરેક મિનિટ અગત્યની છે. સમયસર તબીબી સારવાર મહત્વપૂર્ણ છે, કારણ કે સ્ટ્રોક દર મિનિટે આશરે બે મિલિયન મગજનાં કોષોના નાશ કરે છે.

સ્ટ્રોકોલોજિસ્ટ પ્રોગ્રામ ડૉક્ટર્સ દ્વારા સમયસર સારવારને વેગ આપવા તથા ફિઝિશિયન્સ અને લોકો વચ્ચે જાગૃતિ વધારીને સામાજિક અસર ઊભી કરવા બનાવવામાં આવ્યો છે. અમારી નર્સિંગ હોમનું સંકલિત નેટવર્ક ઊભું કરવાની પહેલ અદ્યતન ટેકનોલોજી પ્રસ્તુત કરશે અને ડૉક્ટર્સને નર્સિંગ હોમનો નૈદાનિક ઉત્કૃષ્ટતામાં સચોટતા વધારવાની સાથે સ્ટ્રોક સેન્ટર તરીકે ઉપયોગ વધારીને આ ટેકનોલોજી લાગુ કરવા તાલીમ આપશે.

આનો આશ મૃત્યુ કે વિકલાંગતાનું પરિણામ લાવતા સ્ટ્રોકની ઘટનાઓ ઘટાડવાના લક્ષ્યાંક સાથે ગુજરાત રાજ્યના દરેક ખૂણામાં પહોંચવાનો છે. અમે સ્ટ્રોકના દર્દીઓની સારવારને ઝડપી બનાવવા માનવીય સ્પર્શ સાથે અદ્યતન ટેકનોલોજીનો શ્રેષ્ઠ સમન્વય કરવા કામ કરી રહ્યાં છીએ, જેમાં ‘ગોલ્ડન અવર્સ’ સૌથી વધુ મહત્વપૂર્ણ છે.

છેલ્લી, પણ મહત્વપૂર્ણ બાબત છે – ક્લોટ કે ગાંઠ કે ગઠ્ઠાનો તોડવા માટે અતિ અસરકારક દવાઓ લગભગ ત્રણ દાયકાઓથી ઉપલબ્ધ છે. છતાં સ્ટ્રોકના ફક્ત બે ટકા દર્દીઓને આ દવાઓ આપવામાં આવે છે. અમારો પ્રયાસ આ દવાઓના પરિણામોની સમજણ વધારવા ડૉક્ટર્સને કુશળ બનાવવાનો તથા સ્ટ્રોકના દર્દીઓમાં વિકલાંગતા કે મૃત્યુ જેવા અનિચ્છનિય પરિણામો અટકાવવા ઉચિત રીત તેમને આપવા તાલીમ આપવાનો છે.

આ પ્રોગ્રામ સતત અને નિયમિત રીતે વધુને વધુ ડૉક્ટર્સને તાલીમ આપીને સક્ષમ બનાવવા ડિઝાઇન થયો છે. તેમાં સેવાઓ પ્રદાન કરવામાં સ્ટ્રોકની સારવારનો મહત્તમ ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.”

દરરોજ સ્ટ્રોકના આશરે 400 કેસ જોવા મળે છે અને 2થી 3 ટકાથી વધારેમાં દર્દીઓને સારવાર મળતી નથી. અત્યારે ભારત દુનિયામાં સ્ટ્રોકના કુલ દર્દીઓમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. 4 ભારતીયોમાંથી લગભગ 1 ભારતીય સ્ટ્રોકના ચિહ્નોથી વાકેફ છે. દર વર્ષે સ્ટ્રોકને કારણે આશરે ત્રણ મિલિયન લોકોનાં મૃત્યુ થાય છે.

દુનિયામાં સ્ટ્રોકને કારણે થતાં કુલ મૃત્યુમાં 15થી 49 વર્ષનાં મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ આશરે 6 ટકા છે. 69 મિલિયન લોકો સ્ટ્રોકના અનુભવ સાથે જીવી રહ્યાં છે. દર વર્ષે સ્ટ્રોકના કારણે વિકલાંગતા અને મૃત્યુઓને કારણે 143 મિલિયનથી વધારે વર્ષનું સ્વસ્થ જીવન આપણે ગુમાવી રહ્યાં છીએ. છ વ્યક્તિમાંથી એક વ્યક્તિ સ્ટ્રોકના અનુભવનું જોખમ ધરાવે છે. આ પ્રકારના સ્થિતિસંજોગોમાં ઝડપથી સારવાર માટે લોકોને જાગૃત કરવાનો સમય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.